અરવલ્લી જિલ્લામાં પોલીસ ઇન્સપેકટર વર્ગ-૨ ની પ્રિલિમનરી પરીક્ષા ૩ જાન્યુઆરી-૨૦૨૧ ના રોજ યોજાશે.

મોડાસાના ૧૩ કેન્દ્રો ખાતે ૩૫૫૫ પોલીસ ઇન્સપેકરો પરીક્ષા આપશે

 

આગામી ૩ જાન્યુઆરી-૨૦૨૧ ના રોજ જી.પી.એસ.સી દ્રારા લેવાનાર પોલીસ ઇન્સપેકટર-૨ ની પરીક્ષા મોડાસાના ૧૩ જેટલા વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે સવારે ૧૧: ૦૦ થી ૨ : ૦૦ કલાકે પરીક્ષા યોજવામા આવનાર છે જેને અનુલક્ષી આગોતરી તૈયારના ભાગ રૂપે જિલ્લા શિક્ષાધિકારી દ્રારા કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટરશ્રી અમૃતેશ ઔરંગાબાદકરના અધ્યક્ષસ્થાને પરીક્ષા સમિતિને બેઠક યોજાઇ. બેઠકમાં અધ્યક્ષશ્રીએ જી.પી.એસ.સી દ્રારા લેવાનાર પોલીસ ઇન્સપેકટર વર્ગ-૨ ની પરીક્ષા માર્ચ- ૨૦૨૦ માં લેવાનાર હતી પરંતુ કોવીડ- ૧૯ ના મહામારીના કારણે રદ કરવામાં આવેલ હતી,વધુમાં પરીક્ષા દરમ્યાન કોવીડ-૧૯ ની સંપૂર્ણ ગાઇડ લાઇનનુ પાલન કરી પરીક્ષા લેવામાં આવશે પરીક્ષા નિષ્પેક્ષ્ અને ન્યાયી રીતે યોજાય તે માટે શાળા સંચાલકોએ સંસ્થામાં પુરતી વ્યવસ્થા રાખવા, વિધુત વિભાગને પરીક્ષા સમય પ્રમાણે વિજ પુરવઠો ચાલુ રાખવા, આરોગ્ય વિભાગ દ્રારા આરોગ્યલક્ષી પુરતી લેવા આપવી અને એસ.ટી વિભાગે પરીક્ષાના સમય અનુકુલ સેવા આપવા જરુરી સુચનો કર્યા હતા. હાલ આ પરીક્ષા જીલ્લા શિક્ષણાધિકારીશ્રીએ પરીક્ષા અંગેની માહિતી આપતાં જણાવ્યુ હતુ કે અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે ૩૫૫૫ પોલીસ ઇન્સપેકટરો પોતાના પદ માટેની પરીક્ષા આપનાર છે મોડાસાના ૧૩ પરીક્ષા કેન્દ્રો અને ૧૪૯ રૂમ ઉપયોગમાં લેવાશે. જેમાં સી.જી. બુટાલા હાઇસ્કુલ યુનિટ-૧,૨ સ્ટેશન રોડ મોડાસા- ૪૮૦ ઉમેદવારો, શ્રી એચ.એલ પટેલ સરસ્વતી વિધાલય, તાલુકા પંચાયત માલપુર રોડ- ૩૬૦ મખદુમ હાયરસેકન્ડરી સ્કુલ સેન્ડટર-એ જમાલવાવ સર્વોદય બેન્ક નજીક-૩૬૦ , શ્રી જે.બી.શાહ ઇગ્લીશ મીડિયમ સ્કુલ કોલેજ કેમ્પસ-૨૪૦ , એમ.આર.ટી.સી. મદની હાઇસ્કુલ ડુગરવાડા રોડ-૨૪૦ ,શ્રી પી.ટી. સાયન્સ કોલેજ કોલેજ કેમ્પસ-૨૮૮ ,શ્રી એસ.કે.શાહ એન્ડ શ્રી કૃષ્ણા એ.એમ.આર્ટસ કોલેજ, કોલેજ કેમ્પસ- ૩૬૦, પ્રાર્થના વિધાલય સેન્ટર- એ, મદાપુરકંપા-૨૪૦ , પ્રાર્થના વિધાલય સેન્ટર-બી મદાપુરકંપા-૨૪૦ , બ્રાઇટ સાયન્સ કોલેજ ડીપ વિસ્તાર શામળાજી રોડ-૨૪૦, ચાણકય વિશ્વ વિધાલય સાયરા રોડ- ૨૪૦, અને જીનીયસ એજયુકેશન ઇન્સ્ટીટયુટ બાયપાસ સહયોગ ચોકડી માલપુર રોડ મોડાસા આમ મોડાસાના ૧૩ કેન્દ્રો ૩૫૫૫ પોલીસ ઇન્સપેકરો પરીક્ષા આપશે અને પરીક્ષા અંગેની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી રહી છે.આ બેઠકમાં અધિક અધિક નિવાસી કલેકટરશ્રી આર.જે.વલવી, પરીક્ષા સમિતિના સભ્યો શાળા સંચાલકશ્રીઓ, આરોગ્ય અધિકારીશ્રી કૌશલ પટેલ, એસ.ટી વિભાગના અધિકારીશ્રી, જી.ઇ.બી.ના અધિકારીશ્રી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.

Translate »
%d bloggers like this: