અરવલ્લી એલસીબી પોલીસે માધવપુર અમદાવાદ મુકામે ચોરાયેલ બાઈક આરોપી સાથે ઝડપી પાડી.

પોકેટ કોપ મોબાઇલની મદદથી માધવપુર અમદાવાદ શહરે ખાતેથી ચોરાયેલ મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલી મોટર સાયકલ કિંમત .રૂ. ૫૦,૦૦૦/- તથા આરોપી એક ને પકડીપાડતી‍ એલ.સી.બી.‍અરવલ્લી પોલીસ

 

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી (ડી.જી.પી.) સા.શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર તેમજ શ્રી અભય ચુડાસમા સાહેબ., પોલીસ‍ મહાનીરીક્ષક ગાંધીનગર , ગાંધીનગર ના ઓ તેમજ શ્રી સંજય‍ખરાત સાહેબ, પોલીસ‍ અધિક્ષક શ્રી‍ અરવલ્લી, મોડાસા‍ ના ઓ‍ ધ્વારા‍ અરવલ્લી‍ જિલ્લામાં બનેલ મિલકત સબંધિત ગુન્હાઓ શોધી કાઢવા સચૂના આપવામાં આવેલ.ઉપરોકત સચૂના અન્વયે શ્રી આર.કે.પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.‍ અરવલ્લી‍ના ઓ એ આપેલ સચૂના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અરવલ્લી,મોડાસા સ્ટાફ (૧)‍અ.હે.કો.‍હરેશકુમાર કાન્તીભાઇ તથા (ર) અ.પો.કો. નીલેશકુમાર વિષ્ણુભાઈ એલ.સી.બી. અરવલ્લી‍નાઓ ધ્વારા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા રાખવામાાં આવેલ.સદર પેટ્રોલીંગ દરમ્યાન અ.પો.કો. નીલેશકુમાર વિષ્ણુભાઈ નાઓને બાતમી દારથી માહિતી મળેલ કે, ચોરીની એક વાદળી કલરની અપાચે મોટર સાયકલ લઇને રાજસ્થાન તરફથી આ કામના આરોપી રમેશભાઇ સ.ઓ. શંકરભાઇ મનજીભાઇ તાબિયાડ રહે મોદર તા.વીછીવાડા જી.ડુગરપુર (રાજસ્થાન) નાઓ મોટર સાયકલ લઇને આવતાાં સદર મોટર સાયકલનો નંબર પોકેટ કોપમાાં નાખીને ચેક કરતાાં તેઓનું હોવાનું જણાઇ આવેલ. અને સદર મોટર સાયકલ અમદાવાદ માધુપુર વિસ્તારમાં હોવાની હકીકત મળી આવેલ.સદર મોટર સાયકલ ચોરી બાબતે સી.આર.પી.સી.કી. ૪૧(૧) આઇ મુજબ કબજે લઇ મોડાસારૂરલ પો.સ્ટે. ખાતે જમા કરાવવામાાં આવેલ.

 

પકડાયેલ આરોપી –

 

(૧) રમેશભાઇ સ.ઓ. શંકરભાઇ મનજીભાઇ તબીયાડ રહે .મોદર તા.વીછીવાડા જી.ડુગરપુર(રાજ.)

 

રીકવર કરેલ મદ્દુામાલ-

 

(૧) એક અપાચે મોટર સાયકલ કિંમત .રૂ.૫૦,૦૦૦/-આમ અરવલ્લી જીલ્લા એલ.સી.બી. ટીમને મોટર સાયકલ ચોરીનો ગુન્હાનો ભેદ આરોપી સાથે મુદ્દામાલ સહીત રિકવર કરી મોટી સફરતા હાથ લાગેલ છે

Translate »
%d bloggers like this: