અરવલ્લી:ખોખરીયા ગ્રામ પંચાયત અને રિલાયન્સ ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસથી આંગણવાડી ટ્યુબવેલ કામગીરી સંપન્ન.

આંગણવાડીના બાળકોને પીવાના પાણી સવલત માટે રિલાયન્સ ફાઉન્ડેશન અને ખોખરીયા ગ્રામ પંચાયતની પ્રસશનીય કામગીરી
અરવલ્લીમાં રિલાયન્સ ફાઉન્ડેશન પોતાના કાર્ય વિસ્તારના ગામોમા ગ્રામ પંચાયત અને સ્વં સહાય જૂથની મહિલાઓ સાથે જોડાઈને પ્રશંસનીય રીતે ગ્રામ વિકાસની કામગીરી હાથ ધરવામાં આવેલ છે ,
તાજેતરમાં રિલાયન્સ ફાઉન્ડેશન પોતાના કાર્ય વિસ્તાર એવા મેઘરજ તાલુકાના ખોખરીયા ગ્રામ પંચાયત સાથે જોડાઈ ગ્રામ વિકાસ અંગે ચર્ચા હાથ ધરવા ખોખરીયા પંચાયત સાથે જોડાયેલ સ્વં સહાય જૂથની મહિલાઓ અને ગ્રામ પંચાયત સાથે તાલીમ અને મિટીગ હાથ ધરવામાં આવી હતી જેમાં પંચાયત અને સ્વં સહાય જૂથની મહિલાઓની માંગને ધ્યાનમાં રાખી ખોખરીયા પંચાયતમાં મુંનશીવાડા અને ખોખરીયા ગામમાં આવેલ આંગણવાડીમાં પીવાના પાણીની સવલત માટે ટ્યુબવેલ કામગીરી માટે આર્થિક રીતે સહયોગ કરવા રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સપોર્ટ કરવામાં આવ્યો હતો જેમાં ગ્રામ પંચાયત 15 માં નાણાં પંચની ગ્રાન્ટ અને રિલાયન્સ ફાઉન્ડેશનની ગ્રાન્ટના સહકારથી સંયુક્ત પ્રયાસ દ્વારા ટ્યુબવેલ કામગીરી પૂર્ણ કરવામાં આવી.
ખોખરીયા અને મુનશીવાડાં આંગણવાડીમાં ટ્યુબવેલ કામગીરી પૂર્ણ તથા મેઘરજ તાલુકા વિકાસ અધિકારીશ્રી સુથાર સાહેબની ઉપસ્થિતમાં ટ્યુબવેલ ઉદ્ઘાટન કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો,
કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી સુથાર સાહેબ દ્વારા ગ્રામ પંચાયતની સક્રીયતા અને રિલાયન્સ ફાઉન્ડેશનની મહેનતને બિરદાવી વિકાસના કામોમાં તાલુકા પંચાયત હંમેશા સહકાર આપવાની ખાતરી આપી હતી.

ઉદ્ઘાટન કાર્યક્રમને સફળ બનાવવા ગામના સક્રિય આગેવાનો , સ્વ સહાય જૂથની મહિલાઓ સરપંચશ્રી તથા રિલાયન્સ ફાઉન્ડેશનની ટીમ દ્વારા નોંધપાત્ર પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા.

Translate »
%d bloggers like this: