પત્રકાર દંપતીએ પોતાની 30મી મી એનિવર્સરી એ સતત પાંચમી વાર સજોડે રક્તદાન કરીને અનોખી એનિવર્સરી ઉજવી

વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના બીજી વારના શપથવિધિ સમારંભ ના શુભ દિને રાજપીપળા ના પત્રકાર દંપતીએ પોતાની 30મી મી એનિવર્સરી એ સતત પાંચમી વાર સજોડે રક્તદાન કરીને અનોખી એનિવર્સરી ઉજવી

પત્રકાર લેખક દીપક જગતાપ અને જ્યોતિ જગતાપ દંપતિ ની પ્રેરણાથી રેડક્રોસ સોસાયટી અને ગાયત્રી પરિવાર ના ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજી ને આ કાર્યક્રમ વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી ને સમર્પિત કર્યો .અને અભિનંદન પાઠવ્યા .

પત્રકાર લેખક દીપક જગતાપ દંપતિ ની સાથે રાજપીપળા ના અન્ય દંપતિ સહિત મોટી સંખ્યા મા રક્તદાતાઓએ રક્તદાન કર્યુ

તમામ રક્તદાતાઓ નું રેડ ક્રોસ સોસાયટી અને ગાયત્રી પરિવાર દ્વારા સન્માનપત્ર અને સ્મૃતિ ભેટ આપી સન્માન કરાયું

રક્ત ની જરૂરિયાતમન્દો માટે પત્રકાર દંપતી અન્ય રક્તદાતા ઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા

રાજપીપળા તા 30

30મી મે ના રોજ વડાપ્રધાન વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના બીજી વારના શપથવિધિ સમારંભ ના શુભ દિને રાજપીપળા ના જાણીતા પત્રકાર અને લેખક દીપક જગતાપ અને જ્યોતિ જગતાપ દંપતીએ પોતાની 30મી મી એનિવર્સરી એ સતત પાંચમી વાર સજોડે રક્તદાન કરીને અનોખી એનિવર્સરી ઉજવીહતી .સાથે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓ ને રક્તદાન કરવાની અપીલ ને સ્વીકારી દરેક લગ્નતિથિએ સજોડે રક્તદાન કરવાનો સંકલ્પ કરી દર 30મી મે ના રોજ રક્તદાન કરવાનુ શરૂ કર્યુ .આજે દીપક ભાઇ અને જ્યોતિ બેનની 30મી એનિવર્સરી અને અને 30મી મેના રોજ દેશ ના લોક્પ્રીઓ અને દેશભરમાંથી પ્રચંડ જનાદેશ લઇને બીજીવાર દેશના વડા પ્રધાન તરીકે આજે શપથ લેતા નરેન્દ્રભાઇમોદી ને આ રક્તદાન કાર્યક્રમ સમર્પિત કરીને દીપક ભાઇ અને જ્યોતિ બેને વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી ને અભિનંદન પાઠવ્યા હતા .

આજે આ દંપતિ ના રક્તદાન કાર્યક્રમ ને ગાયત્રી પરિવાર ના ટ્રસ્ટી ભરતભાઇ વ્યાસે રેડ ક્રોસ સોસાયટી ના સહયોગ થી રક્તદાન શિબિર નું આયોજન કરતા આ કાર્યક્રમ ને સફલ બનાવવા દંપતી નવદુર્ગાહાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ રીનાબેન પંડયા અને નિમેશ પંડયા સહિત અન્ય ઘણા દંપતિઓ ઉપરાંત મોટી સંખ્યા મા રક્તદાતાઓએ રક્તદાન કર્યુ હતુ
આ પ્રસંગે રેડક્રોસ સોસાયટી ના ચેરમેન એન બી મહિડા , ગાયત્રી પરિવાર ના ટ્રસ્ટી ભરતભાઇ વ્યાસ , રેડ ક્રોસ ના મંત્રી જયેશભાઇ દોશી , ડૉ .જાદવ સાહેબ, પત્રકાર દંપતિ દીપક જગતાપ , જ્યોતિ જગતાપ , કુંવરપરા ગામના સરપંચ નિરંજન વસાવા , પ્રજાપતિ ભાઇ, નગરપાલિકા ના માજી સદસ્ય સંજયભાઇ માછી , 63મી વાર રક્તદાન કરનાર કંદર્પ જાની , 76મી વાર રક્તદાન કરનાર ઉરેષ પરીખની ઉપસ્થિતિ મા દીપ પ્રાગટ્ય કરી રેડ ક્રોસ સોસાયટી અને ગાયત્રી પરિવાર તરફ થી પુષ્પ કલગી અને સન્માનપત્ર અને સ્મૃતિભેટ આપી દંપતિ દીપક અને જ્યોતિ જગતાપનું સન્માન કર્યા બાદ આ દંપતિ દ્વારા તમામ રક્તદાતા ઓનુ સન્માન કરાયું હતુ .
આ પ્રસંગે પત્રકાર લેખક દીપક જગતાપે જણાવ્યું હતુ કે 2013મા અમારા બંન્ને નો કાર અકસ્માત મા ઓપરેશન મા લોહી ની જરૂરિયાત નું મહત્વ સમજાયા પછી કન્યાદાન , નેત્રદાન , દેહદાન જેટલું જ રક્તદાન નું મહત્વ છેં એ સમજાયા પછી દર વર્ષે નિયમિત રક્તદાન કરવું એવું નક્કી કરી માનવતા નો ધર્મ સૌથી મોટો ધર્મ સમજીને દર વર્ષે લગ્ન તિથિ એ અમે બંનેએ રક્તદાન કરી )(maariage annivesary ) લગ્નતિથિ ઉજવવા નું નક્કી કરી કર્યુ .વળી આપણા વડાપ્રધાન નરેંદ્રભાઈ મોદી ની રક્તદાન કરવાની અપીલ પણ ગમી અને દર વર્ષે 30મી મે ના રોજ લગ્નતિથિએ અમે બંને એ રક્તદાન કરવાનું નક્કી કર્યું .આજે અમારી 30મી maariage annivesary )પણ રક્તદાન કરીને ઉજવવાનો આનંદ છે .આ રક્તદાન ના પ્રેરણાસ્ત્રોત વડા નરેન્દ્ર ભાઇ મોદીને આજે આ કાર્યક્રમ સમર્પિત કરી અભિનંદન પાઠવીએ છીએ અને પીએમ મોદી ના નેતૃત્વ મા દેશ ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી

આજની લગ્ન તિથિએ સાથે રક્તદાન કરવાનો યશ આપવા માટે તથા આજના દિવસને રક્તદાન કરીને maariage annivesary ઉજવવા માટે રાજપીપળા બ્લડ બેંક માખાસ હાજર રહીને અમને સફળ લગ્ન જીવનની શુભેચ્છાઓ પાઠવવાબદલ રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેંક રાજપીપળા તથા ગાયત્રી પરિવાર અને તમામ રક્તદાતા ઓનો આભાર પ્રગટ કરાયો હતો જર “રક્તદાન-મહાદાન ” આ સૂત્ર ને સાર્થક કરી આજના શુભ દિને આપણે સૌ શુભેચ્છક મિત્રો જીવનમાં ઓછા ઓછુ એક વાર અવશ્ય રક્તદાન કરવાનો સંકલ્પ પણ કરાયો હતો

રિપોર્ટ : દીપક જગતાપ , રાજપીપળા

Translate »
%d bloggers like this: