વીડી પાસે ટ્રેઇલર અડફેટે 2 મોત, 1 ઘાયલ

અંજાર પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, આ બનાવ ગઈકાલે બપોરે 3.45 વાગ્યાના અરસામાં બન્યો હતો જેમાં અલ્ટ્રાટેક સિમેન્ટનું પરિવહન કરતો ટેમ્પો વીડી ગામ પાસેના પુલિયા ઉપર બંધ પડી ગયો હતો. ટેમ્પો બંધ પડી જતાં તેનો ચાલક અને તેમાં સવાર શ્રમીકો ટેમ્પો પાસે ઉભા હતા. અંજારથી બુલેટ લઇને જોઇતી વસ્તુ પહોંચાડવા આવેલા જહાંગીર ઇમરાન ચૌહાણ હજી વાત કરી રહ્યા હતા ત્યારે જ પૂરપાટ જઇ રહેલા જીજે-12-બીટી-1441 નંબરના ટ્રેઇલર ચાલકે ધડાક સાથે ઉભેલા ટેમ્પોમાં ટ્રેઇલર અથડાવી દેતાં બાજુમાં ઉભેલા યુપીના જોગીન્દ્ર હરિહર નિશાદ,મનોહર અને જહાંગીર ચૌહાણ ઉપર પડ્યો હતો, જેમાં 28 વર્ષીય જોગીન્દ્ર હરિહર નિશાદ અને 30 વર્ષીય મનોહરનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે બુલેટ લઇને આવેલા જહાંગીર ઇમરાન ચૌહાણને પગમાં ગંભીર ઇજા પહોંચી હતી જેને ગાંધીધામની ખાનગી હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં તેનો પગ કાપવો પડ્યો છે

Translate »
%d bloggers like this: