એ.સી.બી. સફળ ટ્રેપ

ફરીયાદી :-
એક જાગૃત નાગરીક

આરોપી :-
સુરેશભાઇ ચતુરભાઇ ઠાકોર, હંગામી ડ્રાઇવર,
સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ આણંદ-ર, ઉમરેઠની કચેરી, ઉમરેઠ,
વર્ગ – ૪
રહે. ખોબલીપુરા, ભીલેશ્વર તાબે કુંજરાવ તા. જી. આણંદ

લાંચની માંગણીની રકમ :-
રૂ. ૨૦૦૦/-

સ્વીકારેલ રકમ :-
રૂ. ૨૦૦૦/-

રીકવર રકમ :-
રૂ. ૨૦૦૦/-

ટ્રેપ તારીખ :-
૨૪/૧૦/૨૦૧૯

ટ્રેપનુ સ્થળ :-
પ્રાંત કચેરી ઉમરેઠ, મામલતદાર કચેરી કેમ્પસ, ઉમરેઠ

ટુકં વિગત :-
આ કામના ફરીયાદીશ્રીએ દિવાળીના તહેવાર દરમ્યાન દારૂખાનુ વેચવા માટેનો હંગામી પરવાનો મેળવવા માટે જરૂરી દસ્તાવેજ પુરાવાઓ સાથે અરજી પ્રાંત કચેરી, આણંદ ખાતે કરેલ હતી. પરંતુ આ દારૂખાનુ વેચવા માટેનો હંગામી પરવાનો મેળવવા માટેની કાર્યવાહી પ્રાંત કચેરી ઉમરેઠ ખાતેથી થનાર હોવાની હકીકત ફરીયાદીશ્રીને થતા તેઓએ આ પરવાનો મેળવવા માટે પ્રાંત કચેરી ઉમરેઠ ખાતે સંપર્ક કરેલ. જે બાદ પરવાના માટે જરૂરી સ્થળ તપાસણી –ચકાસણી થઇ ગયા બાદ પ્રાંત કચેરી ઉમરેઠ ખાતે ફરજ બજાવતા આક્ષેપિતે ફરીયાદી પાસેથી દારૂખાનુ વેચવાનો હંગામી પરવાનો આપવા બાબતે રૂ. ૩૦૦૦/- ની માંગણી કરતા જે રકઝકના અંતે રૂ. ૨૦૦૦/- નકકી કરેલ. પરંતુ ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય એ.સી.બી. ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરી આણંદ એ.સી.બી. પો.સ્ટે. ફરીયાદ આપતા આજ રોજ લાંચનુ છટકુ ગોઠવતા આક્ષેપિતે ફરીયાદી પાસેથી લાંચના નાણા રૂ. ૨૦૦૦/- ની માંગણી કરી, નાણા સ્વીકારી, પકડાઇ જઇ ગુનો કર્યા વિ. બાબત.

ટ્રેપ કરનાર અધિકારી :-
શ્રી સી.આર.રાણા,
પોલીસ ઇન્સ્પેકટર, આણંદ એ.સી.બી. પો.સ્ટે., આણંદ તથા ટીમ

સુપરવિજન અધિકારી :-
શ્રી એન.ડી.ચૌહાણ, ઇ.મદદનીશ નિયામક, એ.સી.બી., અમદાવાદ એકમ, અમદાવાદ

Translate »
%d bloggers like this: