અમરેલી જીલ્લામાં વ્યાજખોરો વિરૂધ્‍ધ વધુ ચાર ફરિયાદો નોંધાઇ

 

*વ્યાજખોરીનો ભોગ બનનારને ડર્યા વગર ફરિયાદ કરવા જાહેર અપીલ*

💫 ગઇ તા.૦૧/૧૦/૨૦૧૯ ના રોજ *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ *અમરેલી પોલીસ* દ્વારા સાવરકુંડલા તાલુકાના વંડા પો.સ્‍ટે. વિસ્‍તારના *સેંજળ* ગામેથી રહેણાંક મકાનમાંથી પીસ્‍ટલ, જીવતા કાર્ટીસ, બંદુક, ખંજર, તલવાર જેવા *પ્રાણઘાતક હથિયારો* શોધી કાઢી મકાન માલિક બાપ-દિકરા (૧) નરેન્‍દ્રભાઇ ઉર્ફે નટુભાઇ સુરગભાઇ ખુમાણ તથા (ર) ગૌતમ નરેન્‍દ્રભાઇ ખુમાણ, રહે.બંને. સેંજળ, તા.સાવરકુંડલા, જી.અમરેલી સામે ગેરકાયદેસર હથિયારો રાખવા બદલ *વંડા પોલીસ સ્‍ટેશન સે.ગુ.ર.નં. ૧૯/૨૦૧૯, આર્મ્‍સ એક્ટ કલમ ૨૫(૧-બી)(એ)* મુજબનો ગુન્‍હો રજી. થયેલ હતો. આ રેઇડ દરમ્‍યાન પોલીસને *વ્યાજ વટાવનો હિસાબ લખેલ નોટબુકો તથા અન્‍ય સાહિત્ય* પણ હાથ લાગેલ હતું.

💫 ઉપરોક્ત રેઇડ દરમ્‍યાન નાસી જનાર નરેન્‍દ્રભાઇ ઉર્ફે નટુભાઇ સુરગભાઇ ખુમાણ, રહે.સેંજળ વાળાને તા.૧૩/૧૦/૨૦૧૯ ના કલાક ૨૦/૩૦ વાગ્યે અટક કરવામાં આવેલ અને નામ.કોર્ટ દ્વારા મજકુર આરોપીનું જેલ વોરંટ ભરી દેતાં જેલ હવાલે મોકલી આપેલ હતો.

💫 *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ અમરેલી જીલ્લાની જનતાને ગેરકાયદેસર રીતે નાણા ઉછીના આપી, ઉંચું વ્યાજ પડાવતા વ્યાજંકવાદીઓથી નહીં ડરવા અને આવા *વ્યાજખોરોનો ભોગ બનનાર નાગરીકોને કોઇ પણ જાતનો ડર રાખ્યા વગર તેમના વિરૂધ્‍ધ ફરિયાદ કરવા અપીલ કરતાં અને ફરિયાદ કરનારની સુરક્ષાની ખાત્રી આપતાં* વ્યાજખોરીનો ભોગ બનનાર ચાર ફરિયાદીઓએ

1⃣ નરેન્‍દ્રભાઇ ઉર્ફે નટુભાઇ સુરગભાઇ ખુમાણ તથા
2⃣ ગૌતમ નરેન્‍દ્રભાઇ ખુમાણ, રહે.બંને-સેંજળ, તા.સાવરકુંડલા તથા
3⃣ રઘુ અશ્વિનભાઇ ખુમાણ, રહે.મોટા ભમોદ્રા, તા.સાવરકુંડલા વાળાઓ વિરૂધ્‍ધ ફરિયાદ આપતાં સાવરકુંડલા ટાઉન તથા વંડા પોલીસ સ્‍ટેશનમાં નીચે જણાવ્યા મુજબના ચાર ગુન્‍હાઓ રજી. થયેલ છે.

1⃣ સાવરકુંડલા ટાઉન પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૭૮/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૩૮૪, ૧૨૦(બી), ૫૦૪, ૫૦૬(ર) તથા ગુજરાત નાણા ધીરધાર કરનારા બાબત અધિનિયમની કલમ ૪૦, ૪૨(એ), ૪૨(ડી)
2⃣ સાવરકુંડલા ટાઉન પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૭૯/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૩૮૪, ૧૨૦(બી), ૫૦૪, ૫૦૬(ર), ૫૦૭, ૧૧૪ તથા ગુજરાત નાણા ધીરધાર કરનારા બાબત અધિનિયમની કલમ ૪૦, ૪૨(એ), ૪૨(ડી)
3⃣ વંડા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૧૯/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૩૮૪, ૫૦૬(ર), ૧૧૪ તથા ગુજરાત નાણા ધીરધાર કરનારા બાબત અધિનિયમની કલમ ૪૦, ૪૨(એ), ૪૨(ડી)
4⃣ વંડા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૨૦/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૩૮૪, ૫૦૬(ર), ૧૧૪ તથા ગુજરાત નાણા ધીરધાર કરનારા બાબત અધિનિયમની કલમ ૪૦, ૪૨(એ), ૪૨(ડી)

💫ગેરકાયદેસર રીતે નાણા ઉછીના આપી, ઉંચું વ્યાજ પડાવતા, ધાક ધમકી આપતાં માથાભારે વ્યાજખોરોથી નહીં ડરવા અને ભયમુક્ત બની, તેમના વિરૂધ્‍ધ ફરિયાદ કરવા અમરેલી જીલ્‍લા પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબનાઓ દ્વારા અમરેલી જીલ્‍લાની જાહેર જનતાને *અપીલ* કરવામાં આવે છે અને *ફરિયાદ કરવા માટે નજીકના પોલીસ સ્‍ટેશન અથવા તો પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.*

Translate »
%d bloggers like this: