Amreli BREAKING

અમરેલી માં શક્તિ ગ્રુપે શક્તિ બતાવશે

શકિત ગૃપ ટીમ અનોખી_પહેલ

રક્તદાન કરી વ્યક્તિનો જીવ બચાવ્યો તેનાથી પ્રેરિત થઈ અમરેલી
ના યુવાનો દ્વારા શકિત ગૃપ ટીમ ની સ્થાપના કરવામાં આવી.
સમગ્ર અમરેલી માં કોઈપણ જરૂરિયાતમંદ દર્દીઓને તાત્કાલિક બ્લડ મળી રહે છે
શકિત ગૃપ બ્લડ ડોનેટ સેવા ગૃપ
બનાવવામાં આવી છે અને આ ગ્રુપ માં યુવાનોને જોડવાનો તેમજ રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ સાથે સાથે દર્દીઓની મુલાકાત લઈને બ્લડ ની જરૂરિયાત મુજબ તેમને વિનામૂલ્યે જાતિ, ધર્મ ના ભેદભાવ વિના બ્લડ ડોનેશન દ્વારા રક્ત પૂરું પાડવામાં આવે છે. અત્યાર સુધી શકિત ગૃપના માં 200 જેટલાં યુવાનો
જોડાયા છે. તેમજ છેલ્લા 1 વર્ષની અંદર 500 બોટલ રક્તદાન કરવામાં આવ્યું છે.
અમરેલી શહેરમાં સિવિલ હિસ્પિટલ,સહિત તમામ હોસ્પિટલમાં
સારવાર અર્થે આવતા દર્દીઓની જરૂરિયાત મુજબ વોલીએન્ટર દ્વારા જાત તપાસ કરીને રક્ત પૂરું પાડવાની કામગીરી કરવામાં આવે છે.
શકિત ગૃપ ના ગોતમભાઇ વાળા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે રક્તદાન કરવાથી અને યુવાનોને રક્તદાન માટે પ્રેરિત કરવાથી તથા સારવાર માટે આવતા દર્દીઓને જરૂર મુજબ રક્ત મળી જાય છે ત્યારે અનેરો આનંદ મળે છે.
અશોક વાળા
સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે “અમે આ વર્ષ માટે 1000 બોટલ રક્તદાન કરવાનો નીર્ધાર કર્યો છે” આ માટે અમારે વધુ યુવાનો ને શકિત ગૃપ બ્લડ ડોનેટ સેવા સાથે જોડવા માંગીએ છીએ.
જો આપ પણ આ અનોખી પહેલ સાથે જોડાવવા માંગતા હોય અથવા કોઈને પણ રક્તની જરૂર હોય તો નીચે જણાવેલ નંબર ઉપર સંપર્ક કરી શકો છો…

ગોતમભાઇ વાળા 9825882828 અશોક વાળા 8488858588

કાર્યાલય
શકિત ગૃપ ચેરીટેબલ ટ્રસ્ટ
શકિત ગૃપ બ્લડ ડોનેટ સેવા
ચિતલ રોડ અમરેલી શકિત ગૃપ નું કાર્યાલય