કોણ કહે છે પોલિસ કામ નથી કરતી

  • અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ જીલ્લામાં ઓનલાઇન ફ્રોડ તથા સાયબર ક્રાઇમને લગતા બનાવોને અંકુશમાં લેવા તથા આમ નાગરીકોના મહેનતની કમાણી પરત અપાવવા અંગે સાયબર સેલને આપેલ સુચના અનુસંધાને, અમરેલી શહેરમાં PGVCL કચેરીમાં ફરજ બજાવતા મુકેશભાઇ નેનુજીના બેંક ખાતામાથી કોઇ ફોન કે OTP નંબર આપ્યા વગર જુદા જુદા ટ્રાન્ઝેકશનથી કુલ રૂ.૯,૦૦૦/-ની રકમ ઓનલાઇન ફ્રોડ મારફતે ઉપડી ગયેલ હોય,જેની જાણ થતા તેઓએ તાત્કાલીક સંલગ્ન બેંક તથા સાયબર ક્રાઇમ સેલ પોસઇશ્રી એમ.એમ.પરમારનો સંપર્ક કરી,ઉપરોકત બનાવ બાબતે જાણ કરતા તેઓશ્રી દ્રારા તુર્તજ કાર્યવાહી હાથ ધરી,અરજદારના બેંક ખાતામાં કરવામાં આવેલ ઓનલાઇન ફ્રોડ ટ્રાન્ઝેકશનની તમામ જરૂરી માહિતી તથા બેંક પાસબુકમાં થયેલ એન્ટ્રી,ઓનલાઇન સ્ટેટમેન્ટ,AMT કાર્ડ વિ.ડોકયુમેન્ટ મેળવી,ચેક કરતા ઓનલાઇન ફ્રોડમાં ગયેલ નાણા Google*YouTube Super દ્રારા અનઅધિકૃત રીતે કાપવામા આવેલ હોવાની જાણ થયેલ,ખાતાધારકની જાણ બહાર કાપવામાં આવેલ આ નાણા પરત મેળવવા માટે સાયબર સેલ ટીમ દ્રારા જરૂરી કાર્યવાહી કરી,ઓનલાઇન ફ્રોડમાં ગયેલ રકમમાંથી રૂ.૮,૯૫૦/-મુકેશભાઇને પરત અપાવી,આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. પોલીસ અધિક્ષક સાહેબશ્રીના માર્ગદર્શન અને સુચના હેઠળ આ કામગીરી સાયબર ક્રાઇમ સેલ PSI એમ.એમ.પરમાર તથા પો.કો આસીફભાઇ ગોરી દ્રારા કરવામાં આવેલ છે.
Translate »
%d bloggers like this: