વચગાળાનાં જામીન ઉપરથી ફરાર થયેલ કુલ-૦૨ કાચા કામનાં કેદીઓને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર રેન્જ, નાઓએ ભાવનગર,અમરેલી, બોટાદ જિલ્લાની જેલમાંથી વચગાળાની રજા ઉપર છુટેલ કાચા કામનાં કેદીઓ સમયસર હાજર થવાનાં બદલે ફરાર થઇ ગયેલ હોય જે કેદીઓને તાત્કાલિક પકડી પાડી જિલ્લા જેલ ખાતે સોંપી આપવા માટે રેન્જના પોલીસ અધિકારીઓને સખત સુચના આપેલ.
જે સુચના અન્વયે આર.આર.સેલ, ભાવનગર રેન્જના તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી ગત રાત્રીના સ્ટાફનાં માણસો ભાવનગર જીલ્લાના અલગ-અલગ વિસ્તારમાં વચગાળાના જામીન ઉપર છુટેલ કાચા કામનાં કેદીઓની તપાસમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે કાચા કામના કેદીઓ
(૧) સીરાઝભાઇ ઇસ્માઇલભાઇ મકવાણા ઉ.વ.૫૦ રહેવાસી-રેલ્વે ફાટક પાસે લીલીયા, જી.અમરેલી
(૨) બીપીનભાઇ ભનુભાઇ ચૌહાણ ઉ.વ.૨૬ રહેવાસી- સરકારી દવાખાના પાસે લીલીયા જી.અમરેલી
વાળાને હસ્તગત કરી બન્ને કેદીઓને અમરેલી જિલ્લા જેલ ખાતે સોંપી આપવા માટે લીલીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ. બાર સાહેબની સુચનાથી સ્ટાફના હેડકોન્સ. જીતેન્દ્રભાઇ મકવાણા તથા જયેશભાઇ ધાધલ તથા અર્જુનસિંહ ગોહીલ તથા ડ્રાઇવર પો.કોન્સ. ગોપીદાન ગઢવી વિગેરે જોડાયા હતા.

Translate »
%d bloggers like this: