અમરેલી શહેરમાં ધોળા દિવસે સોની ની દુકાનમાંથી સોનાની ચેઈન નંગ-૬ કિંમત રૂપિયા ૩૮૪૦૦૦/- નિ થયેલ લૂંટના ગુન્હાનો ભેદ ઉકેલતી અમરેલી એલ.સી.બી

જો વાત કરવામાં આવે તો ગઈ કાલે તારીખ૦૩/૦૧/૨૦૨૧ નારોજ અમરેલી શહેરમાં ટાવર પાસે

દાણા બજાર રોડ ઉપર આવેલા એમ વિઠ્ઠલદાસ જ્વેલર્સ નામના સોના-ચાંદીના દાગીના બનાવવાની અને વેચાણ કરવાની દુકાનમાં એક અજાણ્યો માણસ સોનાનો ચેન ખરીદવાના બહાને આવેલ અને દુકાનદાર તેમને સોનાના ચેઈન બતાવતા હતા તે દરમિયાન
આ અજાણ્યા માણસે સોનાના અલગ-અલગ ઘાટના ચેઇન નંગ ૬/- કિંમત રૂપિયા ૩૮૪૦૦૦/-નિ લૂંટ કરી પોતાનું મોટરસાયકલ લઇ નાસી ગયેલા આ અંગે સોની દુકાનદાર જયદીપભાઇ મહેન્દ્રભાઈ ધાણક ઉમર વર્ષ ૩૭/રહેવાસી અમરેલી ચિતલરોડ યમુનાપાર્ક સોસાયટી તાલુકો જીલ્લો અમરેલીનાઓની ફરિયાદ પરથી એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ અમરેલી સીટી પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર ૧૧૧૯૩૦૦૩૨૦૧૦૦૦.આઈ.પી.સી. કલમ ૩૯૨,૪૪૭,૪૫૧, મુજબનો લૂંટનો ગુનો રજીસ્ટર થયેલ


ભાવનગર રેન્જ ડી.આઈ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબનાઓએ ઉપરોક્ત લૂંટના અન્ડિ્ટેક્ટ ગુનાને ડિટેક્ટ કરવા જરૂરી સૂચનાઓ આપેલ હોય અમરેલી પોલીસ અધીક્ષકશ્રી નિર્લીપ્તરાય સાહેબનાઓએ ગુન્હાની વિગતોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી આ ગંભીર પ્રકારના ગુન્હાના આ આરોપીને મુદ્દામાલ સાથે શોધી કાઢવા અમરેલી એલ.સી.બી એસ.ઓ.જી અમરેલી સીટી પોલીસ સ્ટેશન નહીં અલગ અલગ ટીમો બનાવી જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને અજાણ્યા આરોપી અંગે તપાસ હાથ ધરવામાં આવેલ
અમરેલી એલ.સી.બી ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.કે કરમટા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી પી. એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા આરોપીએ ગુનો કરવા માટે ઉપયોગમાં લીધેલ મોટરસાયકલના રજીસ્ટ્રેશન નંબર તથા સોનીની દુકાન ના સી.સી.ટી.વી. ફૂટેજ અને અમરેલી કમાન્ડ કંટ્રોલ સેન્ટર ની મદદથી રસ્તા ઉપર લાગેલા સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ મેળવી ટેકનિકલ રીતે તપાસ હાથ ધરી આજરોજ લાઠી રોડ ઉપરથી લૂંટના આરોપીને ગુન્હો કરવા માટે ઉપયોગમાં લીધેલ મોટરસાયકલ તથા લૂંટમાં ગયેલ સોનાના ચેઈનના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ મુદામાલ રિકવર કરવામાં સફળતા મેળવેલ છે

Translate »
%d bloggers like this: