પત્રકાર એકતા સંગઠન ની અમરેલી સર્કિટ હાઉસ ખાતે મીટીંગ યોજાઇ ગઇ.

પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા ના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંગઠન ની રચના કરવામાં આવી…

અમરેલી જિલ્લા સંગઠન ના કાર્યકારી પ્રમુખ તરીકે શ્રી વિક્રમભાઈ સાખટ ની વરણી…

પત્રકાર એકતા સંગઠન ની અમરેલી જિલ્લા ના પત્રકારો ની મીટીંગ ૩/૧/૨૦૨૧ નાં બપોરે ૪/૦૦ કલાકે સર્કિટ હાઉસ ના હોલ મા મીટીંગ નું આયોજન રસિકભાઈ વેગડા અને ભવદિપ ઠાકર ની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું..
પત્રકાર એકતા સંગઠન ના પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડીયા તેમજ પ્રદેશ ઉપપ્રમુખ શ્રી ગીરવાન સિહ સરવૈયા અને ગાંધીનગર થી ગૌરાંગભાઈ પંડ્યા ની ઉપસ્થિતિ મા યોજાયેલ મીટીંગ મા અમરેલી થી ઝોન પ્રભારી રાજુભાઈ શાહ ઝોન સહ પ્રભારી ભવદીપ ઠાકર,બોટાદ જિલ્લા પ્રમુખ શ્રી ધર્મેન્દ્ર લાઠીગરા અને તેની ટીમ ભાવનગર થી આઇ.ટી.સેલ ના સમીર બાવાણી, નરેશ ભાઈ ડાખરાં… જલદીપ ભટ્ટ સહિત ના ઓ ની હાજરીમાં ઉપસ્થિત પત્રકારો ને માર્ગદર્શન આપી..સ્વાગત..સ્વાગત પ્રવચન અને પ્રાસંગિક માર્ગદર્શન અમરેલી
ના સિનિયર પત્રકારો શ્રી અતુલ ભાઈ દવે, અમરુ ભાઈ બારોટ. મહેશભાઈ વરું,પ્રકાશભાઈ ખુમાણ. હસમુખભાઈ શિયાળ. સંજયભાઈ બારૈયા.અશોકભાઈ ઉનાગર .વિક્રમભાઈ સાખટ. રસીકભાઈ વેગડા. હિરેનભાઈ ચૌહાણ,ગૌરાંગ ભાઈ સોઢા, ભરત ભાઈ ત્રિવેદી,દીપેશ વાઘેલા,જયસુખભાઇ સહિત અસંખ્ય પ્રત્રકરો જિલ્લા ભરમાંથી ઉપસ્થિત રહ્યા હતા..


ગુજરાત મા ૨૫ જિલ્લા અને ૧૦૦ તાલુકા સમિતિ સાથેનું એક માત્ર સંગઠન એટલે “પત્રકાર એકતા સંગઠન” સર્વાનુમતે હોદ્દેદારો ની વરણી અને સંગઠન ની રચના ના સ્ટેપ વિશે પ્રદેશ પ્રમુખે માર્ગદર્શન આપી. અમરેલી જિલ્લા ના કાર્યકારી પ્રમુખ તરીકે સર્વાનુમતે શ્રી વિક્રમ સાખટ ની નિયુક્તિ ને સૌ એ તાળીઓ થી વધાવી. ફૂલહાર કરી નિયુક્તિ પત્ર આપવામાં આવ્યું હતું..


જિલ્લા સંગઠન ની કારોબારી ની રચના પણ કરવા ફરી દિન ૧૫ મા ફરી મીટીંગ યોજવા નક્કી કરવામાં આવ્યું હતું. અને પત્રકાર એકતા સંગઠન ની રચના અંગે સૌનો આભાર પ્રદેશ અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો..
પત્રકારો ની ગુજરાત મા સરકાર દ્વારા સૌથી વધુ અવગણના કરવામાં આવી છે..મોંઘવારી ધારાસભ્યો અને સાંસદો ને નડે છે..તો પત્રકારો ને પણ પરિવાર છે..આટલી નફરત કે અવગણના કેમ..? પત્રકાર ની સુરક્ષા માટે કાનૂની જોગવાઇ કેમ નહિ…? નાના મોટા પત્રકારો એકઠા થઇ પત્રકારો ની સમસ્યાઓ સામે લડવું પડશે..
જિલ્લા ના પત્રકારો એ સંગઠિત થવા અને પ્રશ્નો માટે લડવા તૈયારી બતાવી હતી..માહિતી ખાતાના અધિકારીઓ ના મનસ્વી વર્તન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી…

Translate »
%d bloggers like this: