નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી આધારે વોચ ગોઠવી, ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ની થતી હેર-ફેર પકડી પાડી, ફોરવ્‍હીલ કાર તથા ટ્રક સહિત કુલ કિં.રૂ.૧૧,૪૦,૩૮૫/- નો મુદ્દામાલ પકડી પાડતી અમરેલી એલ.સી.બી

નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી આધારે વોચ ગોઠવી, ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ની થતી હેર-ફેર પકડી પાડી, ફોરવ્‍હીલ કાર તથા ટ્રક સહિત કુલ કિં.રૂ.૧૧,૪૦,૩૮૫/- નો મુદ્દામાલ પકડી પાડતી અમરેલી એલ.સી.બી

ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી. શ્રી.અશોકકુમાર યાદવ સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેર-ફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી, કડક કાર્યવાહી કરવા ભાવનગર રેન્જ હેઠળ આવતાં ત્રણેય જિલ્લાઓમાં પ્રોહિબીશન અંગેની સ્‍પેશ્યલ ડ્રાઇવ રાખવામાં આવેલ હોય, જે અનુસંધાને અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ ના માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી આધારે વોચ ગોઠવી, ગુજરાત રાજ્ય બહારથી આયાત કરી, વેચાણ કરવાના હેતુથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ના મોટા જથ્થાની હેરા-ફેરી કરતા ટ્રક તથા તેનું પાઇલોટીંગ કરી રહેલ કારને પકડી પાડવામાં આવેલ છે

નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન અમરેલી એલ.સી.બી. ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે, એક ટ્રક કે જેના રજી. નંબર GJ.12.Y.8294 છે, તેમાં ગેરકાયદેસર, પાસ-પરમીટ વગરનો, ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે, તે ટ્રક ઢસા તરફથી આવે છે અને બાબરા તરફ જવાનો છે, અને આ ટ્રક, ચાવંડ મુકામેથી પસાર થવાનો છે, તથા આ ટ્રકનું પાઇલોટીંગ સ્કોડા કંપનીની ફોરવ્હીલ કાર કરે છે, જેના રજી. નંબર GJ.21.AA.7517 છે, તેવી ચોક્કસ બાતમી મળેલ હોય, જે ચોક્કસ બાતમી આધારે લાઠી તાલુકાના ચાવંડ ગામે પોલીસ ચોકી પાસે વોચ ગોઠવી, ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ ટ્રક તથા તેનું પાઇલોટીંગ કરી રહેલ કારને ઝડપી લીધેલ છે.

પકડાયેલ મુદ્દામાલઃ
ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડનો, વિદેશી દારૂ, કંપની રીંગપેક,  બીયર સહિત કુલ બોટલ/ટીન નંગ-૩૩૨,  કિં.રૂ.૩,૧૪,૩૮૫/- તથા સ્કોડા કાર, રજી.નં. GJ.21.AA.7517, કિં.રૂ.૨,૫૦,૦૦૦/- તથા અશોક લેલન્ડ ટ્રક, રજી.નં. GJ.12.Y.8294, કિં.રૂ.૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૬,  કિં.રૂ.૭૬,૫૦૦/- મળી કુલ કિં.રૂ.૧૧,૪૦,૩૮૫/- નો મુદ્દામાલ.

પકડાયેલ આરોપીઓ

1️⃣ પ્રદીપભાઇ નાનજીભાઇ વઘાસીયા, ઉં.વ.૩૦, ધંધો.લાઇટ ફીટીંગનો, રહે.મુળ આંકડીયા, હાઇસ્કુલની પાછળ, તા.જિ.અમરેલી, હાલ.સુરત, કામરેજ, પાસોદરા પાટીયા, મનોજ રેસીડેન્સી, ઘર નં.૧૦૧
2️⃣ સુરપાલસિંહ ઉર્ફે લાલો સજુભા ગોહિલ, ઉં.વ.૨૭, ધંધો.ડ્રાઇવીંગ, રહે.મુળ ભીકડા, શંકરના મંદિર પાસે, તા.ઘોઘા, જિ.ભાવનગર, હાલ. રહે.સુરત, કડોદરા, અમર રેસીડેન્સી, ઘર નં.૨૧૧


3️⃣ ઘનશ્યામભાઇ વિઠ્ઠલભાઇ ખીચડીયા, ઉં.વ.૩૧, ધંધો.વેપાર (કાપડની દલાલી), રહે.મુળ ગામ-ધાર (કેરાળા), રામજી મંદિર પાસે, તા.સાવરકુંડલા, જિ.અમરેલી. હાલ- સુરત, બી-૫૦૪,  શગુન લીવીનો, બાપા સીતારામ ચોક, કામરેજ

પકડવાના બાકી આરોપીઓ

1️⃣ આશિષભાઇ ચંદ્રકાંતભાઇ પંડ્યા, રહે.રાજકોટ
2️⃣ હરેશભાઇ ઉર્ફે હકુભાઇ મનસુખભાઇ છયાણી, રહે.જસદણ
3️⃣ સચિન નામનો માણસ, રહે.મુંબઇ.

ભારતીય બનાવટના વિદેશી દારૂના મોટા જથ્થાની હેરા-ફેરી કરતા પકડાયેલ ઇસમો અંગે ગુજરાત પ્રોહિબીશન અધિનિયમ અનુસાર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ લાઠી પોલીસ સ્ટેશન*માં સોંપી આપેલ છે, અને પકડવાના બાકી આરોપીઓને હસ્તગત કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

આ કામગીરી ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી. શ્રી.અશોકકુમાર યાદવ સાહેબ ની સુચના અને અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ ના માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

Translate »
%d bloggers like this: