અમરેલી ચક્કરગઢ રોડ પટેલ સંકુલ સામે ’’ ઓમ પાન ’’ના ગલ્લાની બાજુમાં જાહેરમાં મોબાઇલ ઉપર ઓનલાઇન મેચ જોઇ પોતાના આર્થિક ફાયદા સારૂ ક્રિકેટ મેચનો હારજીતનો સટ્ટો રમતા એક ઇસમને રોકડા રૂ.૧૨,૨૬૦/- મળી કુલ રૂ.૪૭,૨૬૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ શખસો ની ધરપકડ


અમરેલી ચક્કરગઢ રોડ પટેલ સંકુલ સામે ’’ ઓમ પાન ’’ના ગલ્લાની બાજુમાં જાહેરમાં મોબાઇલ ઉપર ઓનલાઇન મેચ જોઇ પોતાના આર્થિક ફાયદા સારૂ ક્રિકેટ મેચનો હારજીતનો સટ્ટો રમતા એક ઇસમને રોકડા રૂ.૧૨,૨૬૦/- મળી કુલ રૂ.૪૭,૨૬૦/- ના મુદ્દામાલ સાથે તેમજ અમરેલી રામજી મંદીર સામે મોબાઇલ ઉપર ઓનલાઇન આઇ.ડી વડે પોતાના આર્થિક ફાયદા સારૂ ક્રિકેટ મેચનો હારજીતનો સટ્ટો રમતા બે ઇસમોને રોકડા રૂ.૨૧,૧૫૦/- મળી કુલ રૂ.૨૭,૧૫૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ

મ્હે.પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબ નાઓએ અમરેલી જીલ્લા પોલીસને સુચના આપેલ હોય કે હાલમાં આઇ.પી.એલ કિક્રેટ મેચ ચાલતી હોય જેમાં કેટલાંક બુકીઓ પોતાના આર્થિક ફાયદા સારૂ ઓન લાઇન હારજીતનો સટ્ટો ટીવી તેમજ મોબાઇલ ઉપર પોતાના રહેણાંક મકાનમાં તથા વાહનોમાં તથા કામના સ્થળ ઉપર જુગાર રમાડે છે જે જુગારની પ્રવૃતિ વિશે માહિતી મેળવી જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરી સફળ કેસો કરવા માટે સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી જે.જે.ચૌધરી સા.ની રાહબરી નીચે અમરેલી સીટી પો.સ્ટે.ના PSI શ્રી એસ.આર.શર્મા તથા PSI શ્રી વી.વી.પંડયા તથા HC બી.એમ.વાળા તથા HC બી.ડી.વાળા એ રીતેના અન્ય સ્ટાફ સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી આધારે અમરેલી ચક્કરગઢ રોડ પટેલ સંકુલ સામે ઓમ પાનના ગલ્લા પાસેથી એક ઇસમ પોતાના મોબાઇલ ફોનમાં ચીઠ્ઠીઓ લખી ફોટા મોકલી ક્રિકેટ મેચનો સટ્ટો રમતો હોય જેને રોકડા રૂપીયા ૧૨,૨૬૦/- સાથે કુલ રૂ.૪૭,૨૬૦/- ના મુદ્દામાલ સાથે તેમજ અમરેલી રામજી મંદીર સામે મોબાઇલ ઉપર ઓનલાઇન આઇ.ડી વડે પોતાના આર્થિક ફાયદા સારૂ ક્રિકેટ મેચનો હારજીતનો સટ્ટો રમતા બે ઇસમોને રોકડા રૂ.૨૧,૧૫૦/- મળી કુલ રૂ.૨૭,૧૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂદ્ધમાં અમરેલી સીટી પો.સ્ટે.માં અલગ અલગ બે ગુન્હાઓ દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.પકડાયેલઇસમો:-

(૧) ભાવિકભાઇ અરવિંદભાઇ વાધેલા (૨) કુત્બુદીનભાઇ દિલાવરભાઇ વણાંક (૩) અલ્તાફભાઇ અબ્દુલાભાઇ કશીરી રહે.ત્રણેય અમરેલી

Translate »
%d bloggers like this: