અમરેલી જીલ્લા ના રાજકારણમાં ખળભળાટ મચી ગયો આમ આદમી પાર્ટી ના પ્રમુખ સહિત ના 160 કાર્યકરોએ રાજીનામા આપ્યા

વિધાનસભાની ચૂંટણી નહીં લડવાના નિર્ણય થઈ આપ ના પ્રમુખ સહિત ના 160 ના રાજીનામા

તા. 8.10.2020ના રોજ આમ આદમી પાર્ટી ના પ્રમુખ નાથાલાલ સુખડીયા સહિત ના 100 કાર્યકરો દ્વારા રાજીનામું આપ્યું હતું તા. 9.10.2020 ના રોજ 60 કાર્યકરો દ્વારા રાજીનામું આપ્યું હતું ત્યારે આમ આદમી પાર્ટી મા કુલ 249 સભ્યો અમરેલી જિલ્લામાં જોડાયેલા હતા ત્યારે 160 ના કાર્યકરો ના રાજીનામા અપાયા હતા

આદરણીય પ્રમુખશ્રી
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ
કિશોરભાઈ દેસાઇ સાહેબ

સવિનય સાથ જણાવવાનું કે હું નાથાલાલ વી સુખડીયા અમરેલી જીલ્લા આમ આદમી પાર્ટી અમરેલી જીલ્લા પ્રમુખ તરીકે રાજીનામું આપું છું આમ આદમી પાર્ટી અમરેલી જીલ્લા માં જીલ્લા તેમજ તાલુકા અને શહેરની જવાબદારી 249 હોદેદારો જવાબદારી નીભાવી રહ્યા છે સદ્દનસીબે અમારાં જિલ્લામાં ધારી વિધાનસભા પેટા ચુંટણી આવેલ છે અને ભાજપ કોગ્રેસ ની ભ્રષ્ટાચારી રાજનીતિના કારણે આ આફત ધારીની જનતાને વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી પાસે આશા હતી અને બગસરા. ધારી તાલુકા ટીમોએ બુથ લેવલે સગઠનની જવાબદારી પુર્ણ કરી અને પ્રદેશ સગઠનની તરફ થી આ સીટ ઉપર ઉમેદવાર નહીં લડવાનો કાર્યકરો નારાજ થાય અને જનતાને વિકલ્પ નથી આપી રહ્યા તેમજ કાર્યકરો અને આમ આદમી પાર્ટીના વિચારધારા ધરાવતા લોકોને ભાજપા કૌગેસ જેવી ચોર રાજનીતિની દિશા તરફ મત આપવાં મજબુર કરાઈ છે તો આ આપણી દિશા મને યોગ્ય લાગતું નથી તેમજ અહીં ધારી વિધાનસભા ચૂંટણી ઉમેદવાર તરીકે લડવાની શક્તિ ધરાવતાં કાર્યકરો પાર્ટી પાસે ફુટી કોડી નું ફડ માંગતા નથી જીલ્લા ના તમામ હોદ્દેદારો અને ધારી બગસરા ટીમો એક સપ કરી ચુંટણી લડવા ઈચ્છતા હોય તેવાં સમયે ચુંટણી લડવા માટે નનયો કરી કાર્યકરો ની લાગણી અને માંગણી દુભાવી વર્ષો થી પાર્ટી ની વિચારધારા અને દિલ્હી ચુંટણી પ્રચાર માટે માટે પણ ધર પરીવાર ભુલી પાર્ટી ના ઈમાનદાર કાર્યકરો ઉપર વિશ્વાસ મુકવાની જગ્યાએ ધડીકના બની આવેલા લાલચું લોકોનું કહેવું માની બેઠા અમારાં સગઠનની લાગણીઓનો છેદ ઉડાડી દીધો છે તો આ મારાં અને અમારા જિલ્લા ના કાર્યકરો ના અપમાન બરાબર છે તો હું તમામ હોદ્દેદારો કાર્યકરો ની વધું આવો સામનો ન કરવો પડે એ માટે હું પાર્ટી માંથી રાજીનામું આપુ છુ સાથે જ જીલ્લા ભરનાં હોદ્દેદારો આને કારયકરોનો આભાર માની માફી માંગું છું કે હું તમારી લાગણી અને માંગણી સંતોષી ન શકયો..જય હિદ

Translate »
%d bloggers like this: