અપહરણ તથા પોકસોના અનડીટેકટ ગુન્હામાં નાસતા ફરતા આરોપી તથા ભોગ બનનારને હાલોલ જી.પંચમહાલ મુકામેથી શોધી કાઢતી અમરેલી સીટી પોલીસ ટીમ

મ્હે.પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તથા મદદનિશ પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબે અમરેલી જીલ્લાના નાસતા ફરતા આરોપી તથા ભોગ બનનારની માહિતી મેળવી ગુમ-અપહરણ થયેલ ઇસમોને શોધી કાઢી તેના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી સીટી પો.સ્ટે. ગુ.ર.ન.૧૧૧૯૩૦૦૩૨૦૧૪૧૧ IPC કલમ-૩૬૩, ૩૬૬ તથા પોક્સો એક્ટ કલમ-૧૮ મુજબના ગુન્હાના કામની તપાસ પોલીસ ઇન્સપેકટર શ્રી જે.જે.ચૌધરી નાઓ ચલાવી રહેલ હોય અને આરોપી તથા ભોગ બનનારની હકીકત લક્ષી બાતમી આધારે અમરેલી સીટી પો.સ્ટે.ના હેઙ.કોન્સ બી.એમ.વાળા તથા હેઙ.કોન્સ કે.કે.બગડા તથા હેઙ.કોન્સ આર.કે.વાળા તથા લોકરક્ષક હિરેનસિંહ લાલજીભાઇ ખેર નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી અને ટેકનીકલ સોર્સ આધારે આ કામે નાસતો ફરતો આરોપી લાલજી ઉર્ફે લાલો ઉર્ફે બાદલ સન/ઓ રવજીભાઇ માવજીભાઇ માલકીયા ઉ.વ.૩૬ રહે.અમરેલી ભોજલપરા હરીધામ સોસાયટી વાળો પોતાની દિકરી છાયા ઉ.વ.૧૦ નીને સાથે રાખી આ કામની ભોગ બનનારને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ભગાડી પંચમહાલ જીલ્લાના હાલોલ ખાતે હોવાની હકિકત આધારે હાલોલ એશીયન ગ્રીન સોસાયટી ખાતેથી આરોપી તથા તેની દિકરી ઉ.વ.૧૦ તથા ભોગ બનનારને શોધી કાઢી રાઉન્ડ અપ કરી અમરેલી ખાતે લઇ આવી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

-:પકડાયેલ આરોપી :-
લાલજી ઉર્ફે લાલો ઉર્ફે બાદલ રવજીભાઇ માલકીયા ઉ.વ.૩૬ ધધો.સીક્યુરીટી રહે.અમરેલી કેરીયા રોડ ભોજલપરા હાલ.રહે.હાલોલ એશીયન ગ્રીન સોસા. તા.હાલોલ જી.પંચમહાલ

ગુમ અપહરણની ડ્રાઇવ દરમ્યાન આ કામગીરી અમરેલી સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર શ્રી જે.જે.ચૌધરી તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે

Translate »
%d bloggers like this: