ગેરકાયદેસર હથીયાર રાખવાના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોડ અમરેલી

મ્હે. અમરેલી જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબે અમરેલી જિલ્લામાં ગુન્હાહિત પ્રવૃતીઓ થતી અટકાવવા તેમજ ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા ખાસ સુચના આપેલ હોય જે અન્વયે પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.કરમટા સાહેબ તથા પો.સબ ઇન્સ.શ્રી ડી.એ.તુવર સાહેબના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડ અમરેલી ના એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. રાઘવેન્‍દ્રકુમાર ધાધલ તથા પો.કોન્‍સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા અમરેલી સીટી પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૨૦૦૧૦૯૦/૨૦૨૦ શસ્ત્ર અધિનિયમ ૧૯૫૯ ની ક.૭,૨૫(૧)(એ), ૨૫(૧)(એ)(એ),૨૫(૧-બી)(એ),૨૧(૧),૨૯(એ) તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબના કામે નાસતા ફરતા આરોપીને પકડી પાડેલ છે.

પકડાયેલ આરોપીઃ- ઇનાયત ફીરોઝભાઇ ચૌહાણ ઉ.વ.૨૦ ધંધો-પ્રાઇવેટ ધંધો રહે.વીજપડી તા.સાવરકુંડલા જી.અમરેલી વાળાને તા.૧૩/૦૯/૨૦૨૦ ના રોજ પકડી પાડી આગળની ઘટતી કાર્યવાહી કરવા અમરેલી સીટી પોલીસ સ્ટેશનને સોંપી આપેલ.

આમ, શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓની સુચનાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ આર.કે.કરમટા સાહેબ તથા પો.સબ ઇન્સ.શ્રી ડી.એ.તુવર સાહેબ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ અમરેલી દ્વારા ગેરકાયદેસર હથીયાર રાખવાના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીને પકડી પાડેલ

Translate »
%d bloggers like this: