બનાવટી ભારતીય ચલણી નોટોનાં ગુન્હામાં નાસતા ફરતાં આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ*નાઓએ ગુન્‍હો આચરી નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી તેમના વિરૂધ્‍ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્‍લા  પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે *અમરેલી એલ.સી.બી.ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી. આર. કે. કરમટાની રાહબરી નીચે પો.સ.ઇ. શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમે* ચોક્કસ બાતમી મેળવી *ભાવનગર જીલ્‍લાનાં મહુવા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૧૮૮/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૪૮૯ (એ) (સી), ૩૪, ૧૧૪ મુજબ* ના ગુન્‍હાનાં કામે નાસતા ફરતા આરોપીને અમરેલી, સાવરકુંડલા બાયપાસ ચોકી પાસેથી પકડી પાડવામાં સફળતાં મેળવેલ છે.

💫 *પકડાયેલ આરોપીઃ-*


હરદેવ ઉર્ફે જેકી વિક્રમભાઇ ઉર્ફે બાબાભાઇ ચોવટીયા,  ઉ.વ.૨૩ રહે.ભદ્રાવળ તા.તળાજા જી.ભાવનગર વાળાને તા.૦૭/૧૨/૨૦૧૯ નાં અટક કરી, આગળની કાર્યવાહી થવા અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનને સોંપી આપવા કાર્યવાહી કરેલ છે.

💫 આ કામગીરી *પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલી* નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ *એલ.સી.બી. અમરેલીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી. આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી.ટીમ* દ્વારા કરવામાં આવેલ છે.

Translate »
%d bloggers like this: