અમરેલી હનુમાનપરા શેરી નં.૩ માં જાહેરમાં ગે.કા. તીન પત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડા રૂ.૧,૩૯૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ


મ્હે.પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.રાણા સાહેબનાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને અમરેલી જીલ્લામાં દારૂ/જુગારની બદ્દીને ડામવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરવા માટે સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી કે.ડી.જાડેજા સા.ની રાહબરી નીચે અમરેલી સીટી પોલીસના હેડ કોન્સ. બી.એમ.વાળા તથા પો.કોન્સ. પૃથ્વીરાજસિંહ પરમાર તથા લોકરક્ષક હિરેનસિંહ ખેર એ રીતેના પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી આધારે અમરેલી હનુમાનપરા શેરી નં.૩ માં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડા રૂપીયા ૧,૩૯૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂદ્ધમાં અમરેલી સીટી પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

-: જુગાર રમતા પકડાયેલ ઇસમો :-
(૧) જગદિશભાઇ રમેશભાઇ ગોરસ્વા (૨) વિજયભાઇ ઉર્ફે અજય અરવિંદભાઇ મકવાણા (૩) ધીરૂભાઇ કડવાભાઇ મકવાણા રહે. બધા અમરેલી

Translate »
%d bloggers like this: