અમરેલી લાઠીરોડ સદગુરૂ વાટીકામાં જાહેરમાં ગે.કા. તીન પત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને રોકડા રૂ.૪૩,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ

મ્હે પોલીસ અધિક્ષક શ્રી એમ.એસ.રાણા સાહેબનાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ હાલમાં સાતમ આઠમનો તહેવાર શાંતિ પુર્ણ માહોલમાં પુર્ણ થાય તે માટે અમરેલી જીલ્લામાં દારૂ/જુગારની બદ્દીને ડામવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરવા માટે સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી કે.ડી.જાડેજા સા. તથા પો.સબ ઇન્સ. શ્રી ડી.બી.ચૌધરી સા.ની રાહબરી નીચે અમરેલી સીટી પોલીસના ASI ચંદનગીરી ગૌસવામી તથા હેડ કોન્સ. બી.એમ.વાળા તથા પો.કોન્સ. પૃથ્વીરાજસિંહ પરમાર તથા લોકરક્ષક હિરેનસિંહ ખેર તથા સિદ્ધરાજસિંહ જાડેજા એ રીતેના પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી આધારે અમરેલી લાઠીરોડ સદગુરૂ વાટીકામાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા પાંચ ઇસમોને રોકડા રૂપીયા ૪૩,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂદ્ધમાં અમરેલી સીટી પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

💫-: જુગાર રમતા પકડાયેલ ઇસમો :-
(૧) હરેશભાઇ જયંતીભાઇ કાબરીયા (૨) જયદિપભાઇ અર્જુનભાઇ કોરાટ (૩) વનરાજભાઇ નારણભાઇ ચૌહાણ (૪) રોકીભાઇ બાબુભાઇ સાબલપરા (૫) નરેશભાઇ ઉર્ફે માવજીભાઇ ધીરૂભાઇ ઠુમ્મર રહે.તમામ અમરેલી

💫 પકડાયેલ મુદામાલ:-
ગંજી પતાના પાના નંગ- ૫૨ તથા રોકડા રૂ.૪૩,૨૦૦/-

💫 આ કામગીરી પોલીસ ઇન્સપેક્ટર શ્રી કે.ડી.જાડેજા તથા પો.સબ ઇન્સ.શ્રી ડી.બી.ચૌધરી તથા અમરેલી સીટી પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છ

Translate »
%d bloggers like this: