અમરેલી જિલ્લા ના બાબરા ખાતે જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત ના સભ્યો દ્વારા શ્રી રામ મંદિર ના ભૂમિપૂજન નિમિત્તે દીપપ્રાગટ્ય કરી ઉજવણી કરવામાં આવી.

 

આજ રોજ અયોધ્યામાં આપણા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ભગવાન શ્રી રામ ના નૂતન મંદિર નુ ભૂમિપૂજન કર્યું હતુ જે સૂવર્ણ પ્રસંગ ને સમગ્ર દેશમાં હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી

ત્યારે બાબરામાં પણ જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત ના સભ્યો દ્વારા આ અમૂલ્ય પ્રસંગ ને વધાવવા તેમજ દીપાવવા માટે ભગવાન શ્રી રામ ની તસ્વીર ને ફૂલહાર કરી તેમજ દીપપ્રાગટય કરી જય શ્રી રામ ના નારા સાથે શુભ પ્રસંગ ની ઉજવણી કરવામાં આવી હતી.


આ શુભ પ્રસંગે જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત ના સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી કનુભાઈ પરમાર, અમરેલી જિલ્લા પ્રમુખ સંદીપભાઈ રાદડીયા, બાબરા તાલુકા પ્રમુખ વિજયભાઈ માળી, બાબરા તાલુકા ઉપપ્રમુખ કીરીટભાઇ બગડા, તાલુકા મંત્રી રાજુભાઇ મેણીયા, બાબરા તાલુકા યુવા પ્રમુખ હીરેન ભાઈ ચૌહાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Translate »
%d bloggers like this: