ચાર મોટરસાયકલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી રાજુલા પોલીસ

ચાર મોટરસાયકલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી રાજુલા પોલીસ

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢી, આવા ગુન્હેગારો પકડી પાડી, ચોરીમાં ગયેલ પુરેપુરો મુદ્દામાલ રીકવર કરી, મુળ માલિક ને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા ખાસ સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સાહેબ સાવરકુંડલાશ્રી કે.જે.ચૌધરી નાઓના માર્ગદર્શન તળે રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સપેકટર આર.એમ.ઝાલાતથા પો.સબ.ઇન્સ એચ.એસ.સેગલીયા તથા પો.સ્ટાફના માણસોએ ચોક્કસ બાતમી આધારે રાજુલા પો.સ્ટે ભાગ A FIR No-૧૧૧૯૩૦૫૦૨૦૧૧૮૯/૨૦૨૦ ઈ.પી.કો કલમ.૩૭૯ તથા ૧૧૧૯૩૦૫૦૨૦૧૨૦૧/૨૦૨૦ ઈ.પી.કો કલમ.૩૭૯ તથા ૧૧૧૯૩૦૫૦૨૦૧૨૦૬/૨૦૨૦ ઈ.પી.કો કલમ.૩૭૯ મુજબના ત્રણ ગુન્હાના કામના આરોપી-કાર્તીકભાઈ વાઘજીભાઈ લહેરી રહે.મુંજીયાસર તા.ખાંભા વાળાના કબ્જામાથી GJ 04 BN 3982 કિરૂ.૨૦,૦૦૦/- તથા GJ 07 BK 8582 કિરૂ.૨૦,૦૦૦/- તથા GJ 14 N 1597 કિરૂ.૨૦,૦૦૦/- કુલ કિરૂ.૬૦,૦૦૦/- ના મુદામાલ સાથે રાજુલા ટાઉન વિસ્તારમાથી પેટ્રોલીંગ દરમ્યાન પકડી પાડેલ હોય તેમજ મજકુર ઇસમે અગાઉ ત્રણ માસ પુર્વે રાજુલા જાફરાબાદ રોડ ઉપર મેટ્રો એપાર્ટમેન્ટ નીચેથી એક સી.ડી.ડીલક્ષ GJ 14 AB 6260 કિ.રૂ.૨૦,૦૦૦/- ની મો.સા પોતાએ ચોરી કરેલ હોવાની કબુલાત આપતો હોય જે મો.સા ચોરીને ગુન્હો રાજુલા પો.સ્ટે ભાગ A FIR NO-૧૧૧૯૩૦૫૦૨૦૦૩૦૪/૨૦૨૦ ઈ.પી.કો કલમ.૩૭૯ થી રજી થયેલ હોય જે તમામ ગુન્હાનો ભેદ ઉકેલી આરોપી વિરૂધ્ધ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપી :-
કાર્તીકભાઈ વાઘજીભાઈ લહેરી ઉ.વ.૧૮ ધંધો.મજુરી રહે.મુંજીયાસર તા.ખાંભા જિ.અમરેલી

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ સાવરકુંડલા શ્રી કે.જે.ચૌધરી નાઓના માર્ગદર્શન મુજબ રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સપેકટર આર.એમ.ઝાલા તથા તથા પો.સબ.ઇન્સ એચ.એસ.સેગલીયા તથા પો.સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટ..ભૂપત સાખટ

Translate »
%d bloggers like this: