અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર માં પાલીકા ના પાપે શાકભાજીના વેપારીઓ થયા બેરોજગાર.

અમરેલી જિલ્લા ના સાવરકુંડલા ની શાક માર્કેટ માં વર્ષો થી વેપારી ઓ વેપાર કરતા હતા કોરોના મહામારી ના કારણે લોક ડાઉન મા વેપારીઓ ને પાલિકા દ્વારા સ્કૂલ ના ગ્રાઉન્ડ માં અને અમરેલી રોડ પર શાકભાજી નો વેપાર કરવાનું જણાવેલ ત્યારે વેપારી ઓ એ શ્વેશિક રિતે આદેશનું પાલન કરેલ હતું અને હવે અવાર નવાર અધિકારી ઓ ની કનડગત ના કારણે કોઈ ને પણ શાકમાર્કેટ માં બેસવા ન દેવામાં આવતા અંતે વેપારી ઓ રોષે ભરાયા અને વારમ વાર વેપારી ઓ ની ખોબલે ખોબલે મત લઈ જનાર નેતા ઓ ની પાસે ઉચ્ચ કક્ષાએ રજુઆત માટે ગયા હોય ત્યાં પણ નેતા ઓ

હાથમાં ની હથેળી માં ચાંદ દેખાડી ને આશ્વાસન આપવામાં આવે છે પછી કોઈ માય લો લાલ આ શાક માર્કેટ ની મુલાકાત લેતું નથી અને મોટા મોટા બણગાં ફૂંકી ને મત લઈ જનાર નેતા ઓ નું કાઈ ચાલતું નો હોઈ તો પછી શું કામે હાથ નું હથેળી માં ચાંદ દેખાડે છે?આ જગ્યા પર વેપારીઓ પોતાનું શાંતિ થી પોતાનું પેટયુ રળતો હોઈ માંડ માંડ ત્યાં આવી ને અધિકારી ઓ ની હેરાન ગતિ કરી ને વેપાર ધંધા ઓ બંધ કરાવી ને કાયદેસર ની કાર્યવાહી કરવામાં ધમકી આપતા હોય છે અમને કોઈ નું સંભળવા માં આવતું નથી બસ પોતાનો જ કક્કો સાચો,આ જગ્યા કોરોના વાયરસ ને કારણે જગ્યા ની ફેર બદલી કરવામાં આવી હતી અમરેલી જિલ્લામાં પગ પેસારો કરવામાં શુ સાવરકુંડલા ની શાકમાર્કેટ થોડું કઈ જવાબદાર છે?તો પછી કેમ વારંવાર અને જ નિશાન બનાવવા માં આવે છે અને શાંતિ થી પેટયુ રળતા વેપારીઓ ને હેરાન કરવામાં આવે છે અંતે શાકમાર્કેટ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવે આવે કોઈપણ કનડગત વગર તેવી વેપારી ઓ ની માંગણી સાથે શાક ભાજી નું વેચાણ બન્ધ કરી ને વિરોધ કર્યો છે

રિપોર્ટ..ભૂપત સાંખટ

અમરેલી

Translate »
%d bloggers like this: