અમરેલી જિલ્લાની રાધિકા હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી


અમરેલી જિલ્લામાં શંકાસ્પદ કોરોના ના દર્દીઓ ને એક જ વોર્ડમા રાખવામાં આવે છે. તે હોસ્પિટલનું નામ છે રાધિકા હોસ્પિટલ જે ગોળ દવાખાનાના નામે ઓળખાય છે. જ્યાં દર્દીઓને સુવિધાઓના નામે મોટું મીંડું જોવા મળી રહ્યું છે.

આ હોસ્પિટલમાં દર્દીઓને એક જ બાથરૂમમાં ઉભા ઉભા નહાવું પડે છે  તે વોડૅમા દર્દી પોઝિટિવ આવ્યા હોય ત્યાં સેનીટાઈઝર પણ કરવામાં આવતુ ન હોય અને નવા આવેલા દર્દીઓ ખબર ન હોય તે આ બેડનો ઉપયોગ કરતા હોય છે અને એક  જગ્યાએ થી પીવાના  પાણીનો ઉપયોગ થાય છે જ્યાં

શંકાસ્પદ દર્દીઓને પણ કોરોના પોઝિટિવ કેસની શક્યતાઓ પુરેપુરી છે. છતાં પણ તંત્ર કેમ કોઈ નકર પગલા લેતું નથી તે એક સવાલ લોક ચર્ચા થઈ રહી છે???


હોમ કોરોન્ટાઇનના સિક્કા મારીને ૧૦ થી ૧૫ દર્દીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. જે દર્દીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા તે દર્દીઓના સેમ્પલ પણ લેવામાં આવ્યા ન હતા અને કાલે જે 8 દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા તેમાંથી 6 દર્દી ને કોરોના પોઝિટિવ આવ્યા

તેમની સાથે તમામ દર્દીઓને એક જ વોર્ડ માં અને એક  જગ્યાએ થી પાણી પીવામાં આવે છે અને તેવા દર્દીઓને ઘરે જવા માટેની તંત્ર દ્રારા છૂટ આપવામાં આવતા પાછળથી તમામ ને પરત બોલાવવામાં આવ્યા અને આરોપ તેમની ઉપર આરોપ લગાવવામાં આવ્યો કે

કોઈને જાણ કર્યો વિના બધા કેમ જતા રહયા ? ત્યારે દર્દીઓને હેરાન કરવાની કોઠાસૂઝ કયા થી આવી કે દર્દીઓના આરોગ્યની સાથે મજાક છે.
જ્યારે ગ્રામ્ય વિસ્તારમા સામાન્ય શરદી તાવ હોય તો પણ આરોગ્ય કમૅચારીઓને ફરજિયાત સેમ્પલ ના ટાર્ગેટ આપવામાં આવે છે

બહારના જિલ્લામાંથી આવતા લોકોને ૭ દિવસ કોરોન્ટાઇન કરવામાં આવે છે ત્યારે સતત કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે રહેનાર દર્દીઓને કેમ છૂટ આપવામાં આવી તે એક મોટો સવાલ છે.તંત્ર કોરોનાને દૂર કરવા માંગે છે કે પછી ફેલાવા માંગે છે જનતા માંગે છે જવાબ.તો બીજી તરફ રાધિકા હોસ્પિટલમાં 4 થી 7 દિવસથી દર્દીઓ હેરાન થઈ રહયા હોવા છતાં અચાનક સેમ્પલ લેવાનું શા માટે બંધ કરવામાં આવ્યું ? કેસની સંખ્યા છુપાવવા માટે !
માનવીની જિંદગી જોખમાંઇ તેવી દહેશત છે રાધિકા હોસ્પિટલની

સિવિલ હોસ્પિટલ અમરેલીમાં પણ બે વોર્ડ જેમાં એક વોર્ડમાં ૧૮ અને બીજા વોર્ડમાં ૨૦ દર્દીઓને રાખવામાં આવ્યા છે જ્યાં સોશીયલ ડિસ્ટન્સ નથી કે નથી કોઈ સ્વચ્છતા.
તંત્રની બેદરકારીનો ભોગ બની રહ્યા છે અનેક દર્દીઓ જેથી અમરેલીના લોકોની બેદરકારી કરતા તંત્રની ઘોર બેદરકારી અનેક કેસો સામે આવે તેવી પુરી શક્યતાઓ રહેલી છે
દર્દીઓમાં રોષની લાગણીથી સરકાર તાત્કાલિક પગલાં લે તેવી અને તંત્રના જવાબદારો સામે કડક પગલાં લે તેવી લોક માંગણી ઉઠી રહી છે.

Translate »
%d bloggers like this: