અમરેલી જિલ્લામાં વધુ ૩ કોરોનો પોઝિટિવ કેસ સામે આવ્યા

 

આજે તા .૨૫ જુનના રોજ અમરેલી જીલ્લામાં કોવિડ-૧૯ના વધુ ૩ કેસ નોંધાયા ૨૨જુનના રોજ સુરતથી આવેલ ખાંભાના રાણીગપરાના ૪૨વષૅ પુરુષ અને ૨૨ જુનના રોજ મુંબઈ આવેલા સાવરકુંડલાના નેસડીના ૩૦ વષૅ ના પુરુષ તેમજ કોવિડ-૧૯ પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલા લાઠીના વધુ એક ૭૩ વષૅના પુરુષ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. હાલમાં આ દર્દીના રહેઠાણની આજુબાજુનો વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે તેમજ દર્દીના સંપર્કમાં આવેલ તમામ લોકોને કોરોન્ટાઈન કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.
અમરેલી જિલ્લામાં આજ સુધી માં કુલ ૫૨ કેસ નોંધાય ચુક્યા છે
જેમાં ૦૫ મૃત્યુ,૨૪ લોકો કોરોનો સામે જંગ જીતવામાં સફળ થયાં છે.૨૩ લોકો હાલ સારવાર હેઠળ છે.
આરોગ્ય વિભાગ દ્વારા આપની નજીકમાં કોઈપણને તાવ- શરદી-ખાંસીકે ગળામાં દુ:ખાવો થજેવા લક્ષણો જણાય તો આરોગ્ય વિભાગના કંટ્રોલ રૂમ નંબર ૦૨૭૯૨-૨૨૮૨૧૨ તથા રાજયની હેલ્પલાઇન ૧૦૪ અને કેન્દ્રની હેલ્પલાઇન ૧૦૭૫ ઉપર તાત્કાલિક જાણ જણાવવામાં આવ્યું છે જો કે આવી માહિતી છુપાવવી કે મોડી જાણ કરવી જોખમી થઈ શકે છે

Translate »
%d bloggers like this: