અમરેલી જિલ્લાના બાબરા ના નડાળા ગામે વિજળી પડતા ૩૫ વર્ષીય દેવીપુજક યુવાન નું મોત

અમરેલી જિલ્લાના બાબરા ના નડાળા ગામે વિજળી પડતા ૩૫ વર્ષીય દેવીપુજક યુવાન નું મોત

(ખેતરે કામ કરતા સમયે એકાએક વિજળી પડતા મૃત્યું નિપજ્યું)

બાબરા તા.૨૪ જુન.
અમરેલી જિલ્લાના બાબરા તાલુકા ના નડાળા ગામે વાડી વિસ્તાર માં વિજળી પડતા વાડીએ કામ કરતા દેવીપુજક યુવાનનું મૃત્યું નિપજ્યું.
મળતી માહીતી મુજબ નડાળા ગામે વાડી વિસ્તાર માં ખેત મજુરી કરતા દેવીપુજક દિનેશભાઈ નાનજીભાઈ સોલંકી ઉ.વ.૩૫ નું નડાળા ગામે ખેત મજુરી કરતા હતા તે દરમ્યાન વિજળી પડતાં મોત નિપજેલ છે. મૃતક યુવાન નડાળા ગામના રહેવાસી હોવાની માહિતી મળેલ છે. નડાળા ગામે ભાગવું રાખી ખેતી કરતા હતા. હાલ નડાળા ગામના ખેડુત ચંદુભાઈ રામજીભાઈ નાથાણી નું ભાગવું રાખ્યું હતું. ત્યાંજ બનાવ બન્યા ની માહીતી મળેલ છે. બનાવ અંગે ૧૦૮ ને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવેલ હતી. ઘટના ની જાણ થતા પોલિસ પણ ઘટના સ્થળે દોડી ગયેલ છે.

 

gf

રીપોર્ટર :- બારૈયા મહેશ અમરેલી

Translate »
%d bloggers like this: