બાબરા તાલુકાના નવાણીયા ગામની સીમના ખારામાંથી દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી પકડી પાડતી અમરેલી એલ.સી.બી

 

💫 *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ અમરેલી જીલ્‍લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્‍વયે *ઇન્‍ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી.એમ.એસ.રાણા સાહેબ* ના માર્ગદર્શન હેઠળ *અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી અને એલ.સી.બી. ટીમ* દ્વારા બાબરા તાલુકાના નવાણીયા ગામના ખારામાંથી દેશી દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠી પકડી પાડેલ છે.

નવાણીયા ગામની સીમમાં ભરત વલ્‍લભભાઇ પિલુકીયા ગેરકાયદેસર રીતે દેશી પીવાનો દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવે છે અને દેશી દારૂ બનાવી તેનું વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી આધારે આજરોજ બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં દેશી દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠી મળી આવેલ છે.

💫 *પકડાયેલ મુદ્દામાલઃ-*
દેશી દારૂ લીટર ૯૦, કેરબા સહિત કિં.રૂ.૨૭૦૦/- તથા આથો લીટર ૬૫૦, કિં.રૂ.૧૯૫૦/- તથા ભઠ્ઠીના સાધનો જેમાં ગેસના ચુલા નંગ-ર, ગેસના બાટલા નંગ-ર, એલ્યુમિનિયમનું તગારૂં, ડીશ, ભુંગળી, ટીપણું વિ. મળી કિં.રૂ.૫,૭૨૦/- મળી *કુલ કિં.રૂ.૧૦,૩૭૦/- નો મુદ્દામાલ.*

💫આ દેશી દારૂની ભઠ્ઠી ચલાવનાર *ભરત વલ્‍લભભાઇ પિલુકીયા, રહે.નવાણીયા, તા.બાબરા* વાળો હાજર નહીં મળી આવતાં તેના વિરૂધ્‍ધ પ્રોહિબીશન ધારા તળે કાર્યવાહી કરી પ્રોહી મુદ્દામાલ બાબરા પો.સ્‍ટે.માં સોંપી આપેલ છે. અને હાજર નહીં મળી આવેલ આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ છે.

💫 આ કામગીરી *પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલી* નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ *અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્‍સ.શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ* દ્વારા કરવામાં આવેલ છે.

Translate »
%d bloggers like this: