કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનનું પાલન કરાવવા ફરજ પર રહેલ જી.આર.ડી. સભ્ય ઉપર હુમલો કરી, ઇજા પહોંચાડનાર ભયજનક ઇસમ પાસા તળે જેલમાં ધકેલાયો

 

વર્તમાન પરિસ્‍થિતીમાં કોરોના વાયરસને વૈશ્વિક મહામારી ઘોષિત કરવામાં આવેલ છે અને દેશભરમાં nCOVID –19 ના સંક્રમણને અટકાવવા માટે તા.૨૩/૦૩/૨૦૨૦ ના રાત્રીના ૧૨/૦૦ વાગ્યાથી રાજ્યભરમાં ‘‘લોકડાઉન’’ જાહેર કરવામાં આવેલ છે.

જે અનુસંધાને અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ દ્વારા અમરેલી જિલ્‍લાના મહત્‍વના એન્‍ટ્રી / એક્ઝીટ પોઇન્‍ટ પર ૪૩ ચેકપોસ્‍ટ શરૂ કરી, નાકાબંધી કરી, લોકડાઉન નો ચુસ્‍તપણે અમલ કરાવવા અમરેલી જિલ્‍લા પોલીસ તંત્રને જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ છે.

લોક ડાઉનનું પાલન કરી,સોશ્યલ ડીસ્‍ટન્‍સ જાળવી કોરોના વાયરસના સંક્રમણને રોકવાની દરેક નાગરિકની *પ્રાથમિક અને નૈતિક ફરજ છે. અમરેલી તાલુકાના વાંકીયા ગામે જી.આર.ડી. સભ્ય તરીકે ફરજ બજાવી રહેલ શૈલેષભાઇ કાનજીભાઇ મહીડા, ઉં.વ.૨૫, રહે.વાંકીયા, તા.જિ.અમરેલી વાળાએ ઘર બહાર બિનજરૂરી આંટા મારતા આરોપીને ઘરે જવાનું અને લોકડાઉનનું પાલન કરવાનું કહેતાં જે સારૂં નહીં લાગતાં આરોપીઓએ તેમની ઉપર હુમલો કરી, માર મારી, જાનથી મારી નાંખવાની ધમકી આપી ગુન્‍હો કરેલ હોય, જે અંગે ગઇ તા.૧૬/૦૪/૨૦૨૦ ના રોજ અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૦૦૪૩૫/૨૦૨૦, ઇ.પી.કો. કલમ ૩૫૩, ૩૪૧, ૫૦૪, ૫૦૬(૨), ૨૬૯, ૨૭૦, ૧૮૮, ૧૧૪ તથા ધી એપીડેમીક એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧(એ), ૫૧(બી), તથા એટ્રોસીટી એકટ કલમ ૩(૧)(R)(S), ૩(૨)(૫)(એ) મુજબનો ગુન્‍હો રજી. થયેલ.

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ દ્વારા લોકડાઉન દરમ્‍યાનના વહીવટી તંત્રના આદેશોનો ભંગ કરનાર અને પોલીસની મદદમાં રહેલ જી.આર.ડી. સભ્ય પર હુમલો કરનાર ભયજનક ઇસમો વિરૂધ્‍ધ કડક હાથે કાર્યવાહી કરવા અને ગુન્‍હેગારોને કાયદાનું ભાન થાય તે માટે પાસાના પ્રવર્તમાન કાયદા હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.આર.કે.કરમટા નાઓએ ઉપરોક્ત ગુન્‍હાના આરોપી *મહિપત દિલુભાઇ વાળા, ઉં.વ.૨૦, રહે.વાંકીયા, મફતપ્‍લોટ, તા.જિ.અમરેલી વાળા વિરૂધ્‍ધ પુરતા પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્‍ત તૈયાર કરી, પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી અમરેલીનાઓ તરફ મોકલી આપતાં વર્તમાન પરિસ્‍થિતીને ધ્યાને લઇ, કોરોનાના સંક્રમણને અટકાવવા લોકડાઉન તથા સોશ્યલ ડીસ્‍ટન્‍સ જાળવવાની ગંભીરતાને ધ્યાને લઇ,અમરેલી જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ શ્રી.આયુષ ઓક સાહેબ નાઓએ ઉપરોક્ત ઇસમ વિરૂધ્‍ધ પાસાનું વોરંટ ઇસ્‍યુ કરતાં પોલીસ અધિક્ષકશ્રીની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા મહિપત દિલુભાઇ વાળાને પાસા વોરંટની બજવણી કરી,લાજપોર મધ્યસ્‍થ જેલ, સુરત ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપવા તજવીજ કરેલ છે.

મહિપત દિલુભાઇ વાળા, રહે.વાંકીયા વાળાનો ગુનાહિત ઇતિહાસ
મહિપત દિલુભાઇ વાળા વિરૂધ્‍ધમાં નીચે મુજબના ગુન્હાઓ રજી. થયેલ છે.
અમરેલી તાલુકા પો.સ્‍ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૦૦૦૪૪/૨૦૨૦, ઇ.પી.કો. કલમ ૩૫૪(એ), ૩૫૪(ડી), ૩૪૧, ૫૦૯, ૫૦૪, ૫૦૬(ર), ૧૧૪, જી.પી.એક્ટ કલમ ૧૩૫
અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૦૦૪૩૫/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૫૩, ૩૪૧, ૫૦૪, ૫૦૬(૨), ૨૬૯, ૨૭૦, ૧૮૮, ૧૧૪ તથા ધી એપીડેમીક એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧(એ), ૫૧(બી), તથા એટ્રોસીટી એકટ કલમ ૩(૧)(R)(S), ૩(૨)(૫)(એ)
અમરેલી તાલુકા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૪૨/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૩૪૧, ૨૯૩ (કે)(એચ), ૫૦૪, ૩૯૩
અમરેલી તાલુકા પો.સ્‍ટે. સે.ગુ.ર.નં. ૧૧૫/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૫૦૪, ૫૦૬(ર), જી.પી.એક્ટ કલમ ૧૩૫
અમરેલી તાલુકા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૨૧૬/૨૦૧૮, પ્રોહી એક્ટ કલમ ૬૬(૧)બી, ૬૫ એ, ઇ

આમ, કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને રોકવા અમલમાં રહેલ લોકડાઉન તથા સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાઓની અમલવારી માટે કટિબધ્ધ પોલીસની મદદમાં રહેલ જી.આર.ડી. સભ્ય ઉપર હુમલો કરનાર ઇસમને પાસા હેઠળ જેલ હવાલે કરી કોરોના વૈશ્વિક મહામારીને હળવાશથી લેનાર અને આવી અસામાજિક પ્રવૃતિ કરનાર ઇસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે

Translate »
%d bloggers like this: