છેલ્લા છએક વર્ષથી ધમકી આપવાના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી

છેલ્લા છએક વર્ષથી ધમકી આપવાના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી*

💫 *અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબે* ગુજરાત રાજ્યના તથા જીલ્લાના નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે *પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબના* માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા અના.હેડ કોન્સ નાજભાઇ પોપટ તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા તથા પો.કોન્સ. રાઘવેન્દ્રકુમાર ધાધલ નાઓની ટીમ દ્વારા *સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. સે.ગુ.ર.નં.૬૭/૧૪ IPC ક.૪૯૮,૫૦૭ વિ*. મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડેલ.


💫 *ગુન્હાની વિગતઃ-*
➡ આજથી આશરે છએક વર્ષ પહેલા આરોપીએ સાવરકુંડલા ટાઉનમાં રહેતા ફરીયાદીની પત્નીને પરણિત હોવાનું જાણવા છતા આરોપી એ ફરીયાદી ની પત્ની સાથે પ્રેમ સંબંધ બાંધી વ્યભીચાર કરવા માટે લઇ જઇ ફોનથી ફરીયાદીની માં ને મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરેલ.
💫 *પકડાયેલ આરોપીઃ-*
➡ *ભરતભાઇ ઘનાભાઇ ભાલાળા ઉ.વ.૩૯ ધંધો-ડ્રાઇવીંગ રહે.બાબરા અમરાપરા તા.બાબરા જી.અમરેલી હાલ-બલીઠા તા.વાપી જી.વલસાડ* વાળાને તા.૦૫/૧૧/૧૯ ના રોજ પકડી પાડી આગળની ઘટતી કાર્યવાહી કરવા અમરેલી સીટી પોલીસ ને સોપી આપેલ
💫 *આમ, અમરેલી પોલીસશ્રી નિર્લિપ્ત રાય, સાહેબ અમરેલી નાઓની સુચનાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ આર.કે.કરમટા સાહેબ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ અમરેલી દ્વારા છેલ્લા છએક વર્ષથી ધમકી આપવાના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડેલ.*

Translate »
%d bloggers like this: