સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર વૈશ્વિક બીમારી કોરોના COVID-19 વાયરસ ફેલાવો કરતા સાત ઇસમો સામે ગુન્હા દાખલ કરતી સાવરકુંડલા રૂરલ પોલીસ

Government Of India Ministry Of Health & Family Welfare Directorate General Of Health Services (EMR Division) Guidelines For Home Quarantine* તેમજ *મ્હે.જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ* અમરેલીનાઓ દ્રારા કોરોના COVID-19 ની ફેલાવવાની પરીસ્થીતીને ધ્યાને લઇ જાહેર આરોગ્ય સલામતી લોકોની સુખાકારી જળવાઇ રહે કાયદો વ્યવસ્થાની પરીસ્થીતીને અસર થવા પામે તે માટે જાહેરનામુ પ્રસીધ્ધ કરવામાં આવેલ હોય જે જાહેરનામાનો કડક રીતે અમલ થાય તે રીતે કોરોના વાયરસ ફેલાવવાની પરીસ્થીતી નીયંત્રણમાં આવે તે માટે *અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નીર્લિપ્ત રાય સાહેબ* નાઓએ જાહેરનામાનો કડક પણે અમલ કરાવવા સુચના કરેલ હોય જે અનુસંધાને *એ.એસ.પી.શ્રી સુશીલ અગ્રવાલ સાહેબ* તથા સાવરકુંડલા ડીવીઝનના *નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ* ના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર વૈશ્વિક બીમારી કોરોના વાયરસનો ફેલાવો કરતા સાત ઇસમો સામે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ. *શ્રી એ.પી.ડોડીયા સાહેબ* તથા એ.એસ.આઇ.યુવરાજસિંહ રાઠોડ તથા પો.કોન્સ.સચીનભાઇ વિંઝુડાનાઓએ *સુરતથી પોતાના વતન જીરા ગામે આવેલ મજકુર સાતેય ઇસમો નાના ભમોદ્રા-જીરા રોડ પર આવેલ પોતાની વાડી “વનરાવન ફાર્મ” ખાતે ભજીયાનો પ્રોગ્રામ કરવા એકઠા થયેલ હોય* અને હાલ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર વૈશ્વિક બીમારી કોરોના વાયરસનો ફેલાવો તેઓ તરફ થશે તેવી સંભાવનાની જાણ હોવા છતાં બેદરકારી ભર્યુ તેમજ દ્રેષપુર્ણ કૂત્ય કરી પોતાના ઘરેથી બહાર નીકળી ગુન્હો કરેલ હોય જે મજકુર સાતેય ઇસમો સામે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં I.P.C.કલમ-૨૬૯,૨૭૦,૧૮૮ તથા ધી એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ ની કલમ-૦૩ મુજબના ગુન્હા રજીસ્ટર કરેલ છે.


💫 *પકડાયેલ આરોપીઓ-*
(૧) શંભુભાઇ વાઘજીભાઇ સેંજળીયા ઉ.વ.૬૦ ધંધો.ખેતી રહે. ૧૬,હરેશનગર,હીરાબાગ,વરાછા રોડ,સુરત. મુળ.જીરા તા.સા.કુંડલા જી.અમરેલી.
(૨) નનુભાઇ નાગજીભાઇ સેંજળીયા ઉ.વ.૬૩ ધંધો.ખેતી રહે.જીરા, તા.સા.કુંડલા જી.અમરેલી.
(૩) ભાવેશભાઇ પરશોત્તમભાઇ સાવલીયા ઉ.વ.૪૯ ધંધો.બાંધકામ રહે.૭૨,શકિત વિજય ,વરાછા સુરત મુળ રહે.જીરા તા.સા.કુંડલા જી.અમરેલી.
(૪) પ્રફુલભાઇ ધીરુભાઇ સાવલીયા ઉ.વ.૩૫ ધંધો.ટેક્સ્ટાઈલ રહે.૪૦-આશીર્વાદ સોસા.,જકાતનાકા,સુરત મુળ રહે. જીરા તા.સા.કુંડલા જી.અમરેલી.
(૫) પ્રવીણભાઇ લાખાભાઇ શેખડા ઉ.વ.૫૭ ધંધો.ખેતી રહે.જીરા તા.સા.કુંડલા જી.અમરેલી.
(૬) મનસુખભાઇ વીરજીભાઇ સેંજળીયા ઉ.વ.૬૩ ધંધો.ટેક્સ્ટાઈલ રહે.૧૭-ડી.કે નગર સોસા.કતારગામ સુરત મુળ રહે.જીરાતા.સા.કુંડલા જી.અમરેલી.
(૭) દેવચંદભાઇ બાબુભાઇ ચોડવડીયા ઉ.વ.૫૬ ધંધો.ખેતી રહે.જીરા તા.સા.કુંડલા જી.અમરેલી.

💫 આમ, કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના સંક્રમણને રોકવા *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* ની સુચના અને માર્ગદર્શન મુજબ સાવરકુંડલા રૂરલના *એ.એસ.પી.સુશીલ અગ્રવાલ સાહેબ* તથા *પોલીસ સબ ઇન્સ. સુ. શ્રી એ.પી.ડોડીયા સાહેબ* તથા પો.સ્ટાફ દ્વારા લોકડાઉનનો અમલ કરાવવા મજકુર સાતેય ઇસમો સામે ધોરણસર કાર્યવાહી કરેલ છે.

Translate »
%d bloggers like this: