પ્રોહિબીશનના બે ગુન્હાઓમાં નાસતા ફરતાં આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી

 

 

*પ્રોહિબીશનના બે ગુન્હાઓમાં નાસતા ફરતાં આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.*

 

💫 *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ ગુન્‍હો આચરી નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી તેમના વિરૂધ્‍ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્‍લા પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે અમરેલી એલ.સી.બી.ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સબ ઇન્‍સ. શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમે ચોક્કસ બાતમી મેળવી અમરેલી જીલ્‍લાના પ્રોહિબીશનના બે ગુન્‍હાઓમાં નાસતા ફરતાં આરોપીને અમરેલી ઠેબી ડેમના પાળા પાસેથી પકડી પાડવામાં સફળતાં મેળવેલ છે.

💫 *ગુન્‍હાઓની વિગતઃ-*

1⃣ ગઇ તા.૨૭/૧૨/૨૦૧૮ ના રોજ અમરેલી તાલુકા પો.સ્‍ટે.ના પાણીયા ગામની સીમમાં અમરેલી એલ.સી.બી. એ રેઇડ કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂ જુદી જુદી બ્રાન્‍ડની બોટલ નંગ-૫૦૧, કિં.રૂ.૧,૫૦,૩૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૪, કિં.રૂ.૧૨,૦૦૦/- તથા ફોરવ્‍હીલ કાર નંગ-૫ તથા એક મોટર સાઇકલ મળી કિં.રૂ.૧૫,૨૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧૬,૮૨,૩૦૦/- નો મુદ્દામાલ પકડી પાડેલ હતો જે અંગે *અમરેલી તાલુકા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૧૫૨/૨૦૧૮, પ્રોહી એક્ટ કલમ ૬૬(૧)બી, ૬૫ એ,ઇ, ૧૧૬ બી, ૯૮(ર)* મુજબનો ગુન્‍હો રજી. થયેલ.

2⃣ ગઇ તા.૨૧/૦૭/૨૦૧૯ ના રોજ અમરેલી શહેરમાં બ્રાહ્મણ સોસાયટીમાં સ્વામિનારાયણ નગરમાં અમરેલી એસ.ઓ.જી. દ્વારા રેઇડ કરી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૩૫૦, કિ.રૂા. ૧,૦૫,૦૦૦/- તથા અલ્‍ટો કાર અને મોબાઇલ ફોન નંગ-૨ મળી કુલ રૂા.૨,૬૫,૦૦૦/- નો મુદ્દામાલ પકડી પાડેલ હતો જે અંગે *અમરેલી સીટી પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૨૦૯/૨૦૧૯, પ્રોહી એક્ટ કલમ ૬૫ એ, ઇ, ૧૧૬(બી), ૯૮(ર), ૮૧* મુજબનો ગુન્‍હો રજી. થયેલ હતો.

 

💫 ઉપરોક્ત બંને ગુન્‍હાઓમાં પકડાયેલ આરોપીનું નામ ખુલવા પામેલ હતું અને આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હતો.

 

💫 *પકડાયેલ આરોપીઃ-*

ભાયકુ વલકુભાઇ ધાખડા, ઉં.વ.૨૭, રહે.મુળ નાની ધારી, તા.ખાંભા, જી.અમરેલી, હાલ રાજકોટ, હુડકો ચોકડી, રણુજાનગર, શેરી નં.૮ વાળાને આજરોજ તા.૦૫/૧૧/૨૦૧૯ ના કલાક ૧ર/૩૦ વાગ્યે પકડી પાડી અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

 

💫 આ કામગીરી *પોલીસ અધિક્ષક સા.શ્રી અમરેલી* નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ *એલ.સી.બી. અમરેલીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી. આર.કે.કરમટા તથા પો.સબ ઇન્‍સ. શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી.ટીમ* દ્વારા કરવામાં આવેલ છે.

Translate »
%d bloggers like this: