એ.સી.બી.સફળ ટ્રેપ-એક જાગૃત નાગરિક

 

આરોપી:-
(૧)કેશુભાઇ વસ્તાભાઇ કાતરીયા
કલ્સટર કો ઓર્ડીનેટર કરારઆધારીત
વર્ગ-૩
તા.પંચાયત ધારી જી.અમરેલી
રે.દાન્ગાવદર તા.ધારી.

(૨)રસીલાબેન રમેશભાઈ પરમાર
સરપંચ દુધાળા ગ્રા.પં.તા.ધારી

(૩)રમેશભાઈ ભીખાભાઈ પરમાર
સરપંચ ના પતિ


(ખાનગી વ્યક્તિ)દુધાળા ગામ તા.ધારી.

લાંચ ની માંગણી :
રૂ.૮૧૦૦/૦૦

લાંચની સ્વીકારની રકમ:
રૂ ૮૧૦૦/૦૦

લાંચની રીકવરીની રકમ:
રૂ.૮૧૦૦/૦૦

ટ્રેપનુ સ્થળ:-
તાલુકા પંચાયત કચેરી ધારી ના દરવાજા બહાર ધારી.

તારીખ :૨૭/૧/૨૦૨૦

વિગત:-
આ કામના ફરિયાદી એ સ્વચ્છ્ ભારત મીશન યોજના માં ધારી તાલુકા ના દુધાળાગામે કોન્ટ્રાકટ થી નવ શૌચાલય નું કામ રાખેલું , જે પુરૂ થતા આ કામ ચકાસવાની પ્રક્રિયાઓ કરી કામ ના બીલો બનાવી કામના નાણાંનો ચેક પાસ કરાવી દેવાની અવેજી માં ત્રણેય આક્ષેપીતો એ એક શૌચાલય ના રૂ.૯૦૦/- લેખે કુલ-૯ શૌચાલય ના રૂ.૮૧૦૦/- ની લાંચ ની માંગણી કરેલ હતી અને બીલ ના નાણા પાસ થાતા ફરી થી લાંચના નાણા ની માંગણી કરેલી , જે લાંચ ના નાણા ફરીયાદી એ આપવા ન હોય એસીબી મા ફરીયાદ કરતા ફરીયાદી ની ફરીયાદ આધારે લાંચનુ છટકુ ગોઠવતા આક્ષેપીત નં.(૧) અને (૨) વતી નં.(૩) ના એ લાંચના નાણા સ્વીકારી સ્વીકાર્યા અંગે આક્ષેપીત નં.(૧) સાથે વાતચીત કરી નં.(૨) મળીનહી આવીઆક્ષેપીત નં.(૧) અને (૩) સ્થળ પર પકડાઈ જઈ એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા બાબતે.

ટ્રેપીંગ અધીકારી
આર.એન.દવે .
પો.ઈન્સ.અમરેલી એ.સી.બી. પો.સ્ટે.ત્થા સ્ટાફ .

સુપર વિઝન અધીકારી
શ્રી.બી.એલ.દેસાઇ.
મદદનીશ નિયામક શ્રી
એ.સી.બી. જૂનાગઢ એકમ

Translate »
%d bloggers like this: