છેલ્લા પંદરેક વર્ષથી ચોરી કરી સાધુનો વેશ ધારણ કરનાર નાસતા-ફરતા ચોરીના ગુન્હાના લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષકશ્રી અમરેલી* નાઓએ અમરેલી જીલ્લાના તેમજ બહારના જીલ્લાના વોન્ટેડ નાસતા-ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ અંગે માહીતી મેળવી આરોપીઓ પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા, અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એસ.ઓ.જી ઈન્ચાર્જ પોલીસ ઈન્સ., *શ્રી કે.ડી.જાડેજા* તથા પો.સબ.ઇન્સ. *શ્રી મહેશ મોરી* તથા *એસ.ઓ.જી. ટીમ* ડુંગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન ચોક્કસ બાતમી આધારે ભાવનગર શહેરનાં નિલમબાગ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.-૪૮૬/૨૦૦૫ ઇ.પી.કો.કલમ-૩૭૯, ૩૮૦ વિ.મુજબ ઘરફોડ ચોરીનાં ગુન્હાના આરોપીને પકડી પાડેલ છે.

✨ *પકડાયેલ આરોપી* ઃ-

જયુસુખ ઉર્ફે વિપુલ ભીખાભાઇ દુઘાત ઉર્ફે જનકગીરી ગુરૂશ્રી જયગીરી નાગાબાવા ઉ.વ.-૩૫, ઘંઘો-સેવા-પુજા મુળ રહે. જીંઝુડા ખોડીયારનગર, તા.સાવરકુંડલા, જી.અમરેલી હાલ રહે.પાલીતાણા તળેટી, જૈન દેરાસર, પ્રગટનાથ મહાદેવ મંદિર, નાગેશ્વરગીરી બાપુની સમાઘી.
✨ *બનાવની વિગત* ઃ-
💫 આ કામનો આરોપી પંદરેક વર્ષ પહેલા ભાવનગર તેનાં કુટુંબી મામાનાં ઘરે રહેતો હતો અને હીરા ઘસવાનો વ્યવસાય કરતો હોય, અને પોતાનાં કુટુંબી મામાનાં ઘરમાંથી જ રૂા.૫૦,૫૦૦/-રોકડ રકમની ચોરી કરેલ જે અંગે નીલમબાગ પો.સ્ટે.મા ફ.ગુ.ર.નં.-૪૮૬/૨૦૦૫, ઇ.પી.કો.કલમ–૩૭૯, ૩૮૦ મુજબનો ગુન્હો નોંઘાયેલ ત્યાર બાદ આરોપી સાધુ થઇ જઇ આજદિન સુઘી પોતાની કાયદેસરની ઘરપકડ ટાળતો હતો અને નાસતો-ફરતો હતો. જેને પકડી પાડી વઘુ તપાસ અર્થે ડુંગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
💫આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી *નિર્લિપ્ત રાય સાહેબ*, નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પો.ઇન્સ. *શ્રી કે.ડી.જાડેજા* તથા પો.સબ ઈન્સ. *શ્રી મહેશ મોરી* તથા *એસ.ઓ.જી. ટીમને* ભાવનગર શહેરનાં નિલમબાગ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.-૪૮૬/૨૦૦૫, ઇ.પી.કો.કલમ–૩૭૯, ૩૮૦, વિ.મુજબ ઘરફોડ ચોરીનાં લીસ્ટેડ નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

Translate »
%d bloggers like this: