અમરેલી તાલુકા પો.સ્ટે.,નાં એટ્રોસીટી એક્ટનાં ગુન્હાનાં કામે કાયદેસરની ઘરપકડ ટાળતા આરોપીને શોઘી કાઢતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય, સાહેબ* નાઓએ જીલ્લામાં બનતા ગંભીર પ્રકારના ગુન્હાઓ અટકાવવા અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુ થી પેટ્રોલિંગ દરમ્યાન કડક વાહન ચેકિંગ હાથ ધરવા તેમજ દારૂ-જુગાર ના કેસો કરવા તેમજ ગુના ના કામે નાસતા ફરતા આરોપીઓને પકડી જેલ હવાલે કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે આજ રોજ તા:૨૨/૧૨/૨૦૧૯ના અમરેલી એસ.ઓ.જી *પો.ઇન્સ શ્રી કે.ડી.જાડેજા* તથા *પો.સબ ઈન્સ., મહેશ મોરી* તથા એસ.ઓ.જી ટીમ અમરેલી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાવરકુંડલા બાયપાસ ચોકડી પાસે થી પેટ્રોલીંગ દરમિયાન અમરેલી તાલુકા પો.સ્ટે., ફ.ગુ.ર.નં.-૧૫૩/૨૦૧૯, IPC કલમ-૩૨૪, ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૪૩૫, ૧૧૪ તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૧)(આર). ૩(૧)(એસ). ૩(૨)(૫)એ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબનાં ગુન્હાનાં કામે કાયદેસરની ઘરપકડ ટાળતા આરોપીને પકડી પાડેલ છે.

✨ *પકડાયેલ આરોપીઓની વિગત ઃ-*
(૧) માસાભાઇ મનજીભાઇ ઉર્ફે મનાભાઇ માથાસુળીયા ઉ.વ ૨૧, તથા


(૨) રામકુભાઇ મનજીભાઇ ઉર્ફે મનાભાઇ માથાસુળીયા ઉ.વ.૨૪, રહે. બન્ને સાવરકુંડલા રોડ, ફાટક ઉતરતા, પાણીનાં ટાંકા પાસે, લીલાનગર, તા.જી.અમરેલીવાળાને પકડી પાડેલ અને પકડાયેલ ઇસમો વધુ તપાસ અર્થે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

💫 આમ, *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ*, નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. *પો.ઇન્સ.શ્રી કે.ડી.જાડેજા* તથા *પો.સબ ઈન્સ. શ્રી મહેશ મોરી* તથા એસ.ઓ.જી. ટીમને એટ્રોસીટી એક્ટનાં ગુન્હાનાં કામે આરોપીને શોઘી કાઢવામાં સફળતા મળેલ છે.

Translate »
%d bloggers like this: