ચોરીનાં મોટર સાયકલ તથા શંકાસ્‍પદ મોબાઇલ ફોન સાથે એક ઇસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ જીલ્‍લામાં મિલ્‍કત સબંધી જે ગુન્‍હાઓ બનેલ હોય અને અમરેલી જીલ્લાના નાગરિકોની મિલકત ચોરાયેલ હોય તેવા વણશોધાયેલ ગુન્‍હાઓનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ રીકવર કરી તેના મુળ માલિકને મિલકત પાછી મળે તે માટેના સઘળા પ્રયત્નો કરવા અને આવા વણશોધાયેલ મિલકત સબંધી ગુન્‍હાઓનાં ભેદ ઉકેલવા ખાસ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને *અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. શ્રી. આર. કે. કરમટા તથા પો.સ.ઇ. શ્રી પી.એન. મોરી તથા એલ.સી.બી. ટીમ* દ્વારા ચોક્કસ બાતમી મેળવી અમરેલી, લાઠી રોડ, કોલેજ સર્કલ પાસેથી એક ઇમસને ચોરીનાં મોટર સાયકલ તથા શંકાસ્‍પદ મોબાઇલ ફોન સાથે ઝડપી લેવામાં આવેલ છે.

💫 *પકડાયેલ આરોપીઃ-*
દશરથ અમેનસિંગ વાસકેેલા, ઉ.વ.૨૪, રહે. ઉબલોડ, તા.જોબટ જી.અલીરાજપુર (મધ્‍યપ્રદેશ) હાલ રહે.લોધીકા જી.રાજકોટ.

💫 *આરોપી પાસેથી મળી આવેલ મુદ્દામાલઃ-*
એક હોન્‍ડા શાઇન મોટર સાયકલ જેનાં રજી. નંબર GJ 14 S  7570 કિં.રૂ.૨૫,૦૦૦/- સદરહું મોટર સાયકલની ચોરી અંગે *અમરેલી શહેર પોલીસ સ્‍ટેશન ફ. ગુ.ર.નં.૧૧૨/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯* મુજબનો  ગુન્‍હો રજી. થયેલ છે. તેમજ મજકુર ઇસમ પાસેથી અલગ અલગ કંપનીનાં મોબાઇલ ફોન નંગ ૬ કિં.રૂ.૪૦૦૦/- નાં આધાર પુરાવા વગરનાં મળી આવતા *કુલ કિં.રૂ.૨૯,૦૦૦/-* નો મુદ્દામાલ કબ્‍જે લીધેલ છે.

💫 ઉપરોક્ત વિગતે પકડાયેલ ચોરીનું મોટર સાયકલ, મોબાઇલ ફોન તથા આરોપી આગળની કાર્યવાહી થવા સારૂ અમરેલી શહેર પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

💫 આ કામગીરી *પોલીસ અધિક્ષક સાહેબશ્રી. અમરેલી* નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ *અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. શ્રી. આર. કે. કરમટા તથા પો.સ.ઇ. શ્રી પી. એન. મોરી તથા એલ.સી.બી. ટીમ* દ્વારા કરવામાં આવે છે.

Translate »
%d bloggers like this: