*અમેરિકાના ટેક્સાસમાં ફાયરિંગ, 5 લોકોનાં મોત, 21 ઘાયલ*

 

બે હુમલાખોરોએ ટ્રક હાઇજેક કરી ત્યાં હાજર લોકો પર અંધાધૂંધ ફાયરિંગ કર્યુ

 

અમેરિકાના ટેક્સાસમાં શનિવાર રાત્રે બે બંદૂકધારીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું. આ ઘટનામાં 5 લોકોનાં મોત થયા છે જ્યારે 21થી વધુ લોકો ઘાયલ થયા છે. ટેક્સાસ પોલીસ મુજબ, બે હુમલાખોરોએ પહેલા એક ટ્રકને હાઇજેક કર્યો અને પછી ત્યાં હાજર લોકો પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું.

 

મિડલેન્ડ પોલીસે જણાવ્યું કે ઘટના ટેક્સાસના ઓડેસા અને મિડલેન્ડ શહેર આસપાસની છે. પોલીસે જણાવ્યું કે એક હુમલાખોરને સિનર્જી મૂવી થિયેટરની ઠાર મારવામાં આવ્યો છે. તેની ઉંમર 30 વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે. પોલીસે ત્યાં ઉપસ્થિત લોકોને રસ્તા પર નહીં આવવા અને તકેદારી રાખવાની અપીલ કરી છે. આ ફાયરિંગમાં પોલસના તત્રણ અધિકારી પણ ઘાયલ થયા છે.

 

*ટ્રમ્પ સુધી પહોંચવાની કડી કહેવાતી હતી તેમની PA, આ કારણે હકાલપટ્ટી થઈ*

 

ઓડેસા સિટીના પોલીસ કમિશ્નર માઇકલ ગેરકેએ જણાવ્યું કે ટેક્સાસના એક જન સુરક્ષા અધિકારીએ શનિવાર 3.17 વાગ્યે હોન્‍ડાને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ બદમાશે તેને પણ ગોળી મારી દીધી. ગેરકે જણાવ્યું કે હુમલાખોરોનો ઉદ્દેશ્ય શું હતો તેના વિશે હજુ જાણી શકાયું નથી.

 

*નોંધનીય છે કે, ઓગસ્ટ મહિનામાં પણ અમેરિકાના ટેક્સાસ અને ઓહિયોમાં બે અલગ-અલગ ફાયરિંગની ઘટનાઓમાં 29 લોકોનાં મોત થયા હતા અને 40થી વધુ લોકો ઘાયલ થયા હતા. ફાયરિંગની બંને ઘટનાઓ 24 કલાકથી ઓછા સમયમાં બની હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેક્સાસ અને ઓહિયોમાં થયેલા ફાયરિંગની તપાસના આદેશ આપ્યા હતા*

Translate »
%d bloggers like this: