ડબલ હત્યાંના ગુન્હામાં રાજકોટ મધ્યસ્થ જેલ માંથી છેલ્‍લા ચાર(૪) વર્ષથી વચગાળાના જામીન રજા પર થી ફરાર પાકા કેદીને સુરતથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્‍કવોર્ડ અમરેલી.

💫 *ડબલ હત્યાંના ગુન્હામાં રાજકોટ મધ્યસ્થ જેલ માંથી છેલ્‍લા ચાર(૪) વર્ષથી વચગાળાના જામીન રજા પર થી ફરાર પાકા કેદીને સુરતથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્‍કવોર્ડ અમરેલી.*


💫 *મ્હે. પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ, ગુ.રા., ગાંધીનગર* નાઓ દ્રારા *તા.૦૫/૦૨/૨૦૨૦ થી તા.૧૪/૦૨/૨૦૨૦* સુધી ગુજરાત રાજયના તમામ નાસતા ફરતા આરોપીઓ તથા પેરોલ ફર્લો ફરાર કેદીઓ પકડવા અંગેની ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અન્વયે
💫 *શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક અમરેલી* નાઓએ રાજયના નાસતાં ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ તથા જેલમાંથી પેરોલ ફર્લો ફરાર કેદીઓ અંગે માહીતી મેળવી ફરાર કેદીઓ તથા નાસતા ફરતા આરોપીઓ વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે *પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ ઇન્સ. શ્રી આર.કે.કરમટા સાહેબ* ના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદિપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા તથા પો.કોન્સ. રાધવેન્દ્રકુમાર ધાધલ નાઓની ટીમ દ્વારા મધ્‍યસ્‍થ જેલ રાજકોટના પાકા કામના કેદીને સુરતથી પકડી પાડેલ.
💫 *વિગત:-*
➡ *ભાવનગર ડી. ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર. નં.૧૫૦/૨૦૧૦ આઇ.પી.સી.કલમ ૩૦૨, ૫૦૯ વિ.* મુજબના ડબલ હત્યાના ગુન્હાના કામે નામદાર સેસન્શ કોર્ટ ભાવનગર દ્રારા તા.૨૦/૦૩/૨૦૧૨ ના રોજ મજકુર કેદીને આજીવન કેદ તથા દંડની સજા થયેલ જે કામે મજકુર કેદી મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે પાકા કામના કેદી તરીકે સજા કાપતો હોય અને મજકુર કેદી *નામદાર ગુજરાત હાઇકોર્ટ અમદાવાદના ક્રિમી. મીસે. એ.નં.૧૮૨૭/૨૦૧૬ તા.૨૮/૦૧/૨૦૧૬ ના આદેશાનુસાર* વચગાળાના જામીન રજા પર પર્સનલ બોન્ડ થી દિન-૧૦ ની રજા પર તા.૦૧/૦૨/૨૦૧૬ છુટેલ અને મજકુર કેદીને તા.૧૨/૦૨/૨૦૧૬ ના રોજ મધ્‍યસ્‍થ જેલ રાજકોટ ખાતે હાજર થવાનું હોય પરંતુ મજકુર કેદી હાજર થયેલ નહી અને *તા.૧૨/૦૨/૨૦૧૬ થી વચગાળાના જામીન રજા પર થી ફરાર થયેલ હતો*
✳ *પકડાયેલ કેદી:-*
➡ *પાકા કેદી નં.-૪૧૭૯૨ સુરેશભાઇ ઉર્ફે સુરો ઉર્ફે સુરીયો ઉર્ફે જોહન ધનજીભાઈ મકવાણા ઉ.વ.-૩૮ ધંધો-મજુરી રહે.- મૂળગામ-સલડી તા.મોટા લીલીયા જી.અમરેલી હાલ.રહે-સુરત, કતારગામ વેડ રોડ, સુરત.* વાળાને અને તા.૧૪/૦૨/૨૦૨૦ ના રોજ મજકુર કેદીને ચોક્કસ બાત્‍મી આધારે સુરતથી પકડી પાડી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે બાકી રહેલ સજા ભોગવવા સોંપી આપવામાં તજવીજ કરેલ.
💫 *આમ, શ્રી નિર્લિપ્ત પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓની સુચનાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ આર.કે.કરમટા સાહેબ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ અમરેલી દ્વારા ડબલ હત્યાંના ગુન્હામાં રાજકોટ મધ્યસ્થ જેલ માંથી છેલ્‍લા ચાર(૪) વર્ષથી વચગાળાના જામીન રજા પર થી ફરાર પાકા કેદીને સુરતથી પકડી પ્રશંસનીય કામગીરી કરેલ છે

રિપોર્ટ. ઉમેશ બી ગોરાહવા 

Translate »
%d bloggers like this: