ડોનાલ્ડ ટ્રમ્પ ઇફેક્ટ! અમદાવાદ એરપોર્ટ 6 કલાક માટે થઇ જશે બંધ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવે છે, થોડા જ કલાકો માટે. પણ થોકબંધ સનદી અધિકારીઓ, અડધો અડધ પોલીસ તંત્ર, અમદાવાદ શહેરનું આખું તંત્ર આ થોડા કલાકોના ખેલ દરમિયાન અમદાવાદ શહેર સુંદરતમ દેખાય, સલામત દેખાય તે માટે ઘેલું થયું છે. ગણતરીના કલાકોની ઈવેન્ટ માટે 130થી વધુ કરોડનો ખર્ચ થશે.

સવારે 11.55થી બપોરે 3.30 વાગ્યા સુધી ટ્રમ્પ અમદાવાદમાં રોકાશે. આ દરમિયાન સાબરમતી આશ્રમમાં ટ્રેમ્પ 25 મિનિટ રોકાશે. મોટેરા સ્ટેડિયમમાં 1 કલાક 15 મિનિટ રોકાશે, મોટેરામાં ઈનોગ્રેશન બાદ ટ્રેમ્પ જન સંબોધન કરશે. મોટેરાથી ટ્રમ્પ અને મોદી એરપોર્ટ રવાના થશે. 24 ફેબ્રુઆરીના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદમાં 215 મિનિટ રોકાશે અને પીએમ નરેન્દ્ર મોદી એરપોર્ટ પર ટ્રમ્પનું સ્વાગત કરશે.
ટ્રમ્પના આગમનથી વિદાય સુધી અમદાવાદમાં ‘નો ફ્લાય ઝોન’ રહેશે.

ટ્રમ્પના આગમનનાં કારણે 24 ફેબ્રુઆરીએ અમદાવાદની અનેક ફ્લાઈટ ડાયવર્ટ કરી દેવામાં આવી છે. ટ્રમ્પના આગમનના દિવસે અમદાવાદની ફ્લાઈટને અસર થશે. આથી 100થી વધુ ફ્લાઈટ કેન્સલ કે રિશેડ્યુલ કરાશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. હજારો મુસાફરોને 24 તારીખ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવાશે. આ સાથે જ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 24 તારીખે ટ્રમ્પના આગમન દરમિયાન માત્ર 6 કલાક માટે અમદાવાદને નો ફ્લાઇટ ઝોન જાહેર કરવામાં આવી શકે છે.

Translate »
%d bloggers like this: