અમદાવાદ સાબરમતી જેલમાંથી છેલ્લા છ વર્ષમાં 208 મોબાઈલ 99 સીમકાર્ડ મળ્યા

*અમદાવાદ સાબરમતી જેલમાંથી છેલ્લા છ વર્ષમાં 208 મોબાઈલ 99 સીમકાર્ડ મળ્યા*

સાબરમતી જેલમાંથી વર્ષ 2014 થી 2019માં 209  મોબાઈલ અને 99 થી વધુ સીમકાર્ડ મળ્યા છે. વર્ષ 2014માં 18 ગુના નોંધાયા હતા જેમાં 23 મોબાઈલ અને 8 સીમકાર્ડ કબ્જે કરી 49 આરોપી ની ધરપકડ થઈ હતી. વર્ષ 2015માં 25 ગુનામાં 35 મોબાઈલ અને 11 સીમકાર્ડ ઝડપાયા હતા જેમાં 62 આરોપીની ધરપકડ થઈ હતી.

*અમદાવાદ* અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં (Ahmedabad Sabarmati Central Jail) ગુનેગારોને રાખવામાં આવે છે તે આપણે સૌ કોઈ જાણીએ છીએ. પરંતુ શું એ જાણીએ છીએ કે જેલની અંદર ગુનેગારો પણ મોબાઈલનો (mobile phone) ઉપયોગ ફરી વધ્યો છે. જેનુ મોટુ ઉદાહરણ વિશાલ ગોસ્વામીનું (Vishal Goswami) ખડંણી નેટવર્ક છે. આ ખડંણી નેટવર્ક બાદ પણ જેલમાંથી મોબાઈલ મળી આવવાનુ ચાલુ રહ્યુ છે.

સાબરમતી જેલ હવે મોબાઈલની દુકાન બની ગઈ છે. કારણ કે અવાર-નવાર સેન્ટ્રલ જેલમાં મોબાઈલ મળી આવવાની ઘટના બનતી હોય છે. છેલ્લા 6 વર્ષમાં અમદાવાદ જેલમાંથી 208 જેટલા મોબાઈલ અને 99 સીમકાર્ડ મળી આવ્યા છે. તો આ પ્રતિબંધીત વસ્તુઓ જેલમા કેવી રીતે પ્રવેશે છે.. જેલતંત્રના કર્મચારીઓ જ પહોંચાડે છે આ સુવિધા? અનેક સવાલો વચ્ચે જેલ મોબાઈલ શોપ બની ગઈ છે.

સાબરમતી જેલમાંથી વર્ષ 2014 થી 2019માં 209  મોબાઈલ અને 99 થી વધુ સીમકાર્ડ મળ્યા છે. વર્ષ 2014માં 18 ગુના નોંધાયા હતા જેમાં 23 મોબાઈલ અને 8 સીમકાર્ડ કબ્જે કરી 49 આરોપી ની ધરપકડ થઈ હતી. વર્ષ 2015માં 25 ગુનામાં 35 મોબાઈલ અને 11 સીમકાર્ડ ઝડપાયા હતા જેમાં 62 આરોપીની ધરપકડ થઈ હતી. વર્ષ 2016માં 24 ગુના હતા. જેમા 30 મોબાઈલ અને 05 સીમકાર્ડ ઝડપાયા હતા જેમા 53 આરોપી ની ધરપકડ થઈ હતી. વર્ષ 2017માં 37 ગુના નોંધાયા હતા જેમાં 43 મોબાઈલ અને 21 સીમકાર્ડ ઝડપાયા હતા જેમા 10 આરોપી ની ધરપકડ થઈ હતી. વર્ષ 2018માં 34 ગુનામાં 50 મોબાઈલ અને 42 સીમકાર્ડ કબ્જે કરી 65 આરોપી ની ધરપકડ થઈ હતી. જ્યારે 2019માં 22 ગુનામા 27 મોબાઈલ અને 12 થી વધુ સીમકાર્ડ પકડાતા 33 આરોપીથી વધારેની ધરપકડ થઈ હતી.

2014થી વર્ષ 2019 સુધીના જેલમાંથી મોબાઇલ ફોન, બેટરી અને સીમકાર્ડ મળી આવવાના આંકડા ચોંકાવી દે તેવા છે. આ ચોકાવનારા આંકડા સામે આવતા એ સમજવું મુશ્કેલ બની જાય છે કે જે જેલમાં બ્લાસ્ટના આરોપીઓ અને કુખ્યાત વિશાલ ગોસ્વામી જેવી ગેંગના આરોપીઓ રાખવામાં આવ્યા છે એ ખરેખર જેલ જ છે કે મોબાઈલની દુકાન ? સામાન્ય રીતે પરિવાર સાથે વાત કરવા માટે ટેલિફાન બૂથ બનાવવામાં આવ્યું છે.

જેનો ઉપયોગ કરી ત્યાં રાખવામાં આવેલા રજિસ્ટરમાં એન્ટ્રી કરી વાત કરી શકાય છે. ત્યારે આખરે ગુનેગારોને કેમ મોબાઈલથી વાત કરવાની જરૂરત ઉભી થાય છે? એ સવાલ મહત્વનો છે..પોલીસ વિભાગની વાત માનીએ તો ગુનેગારો જેલમાં બેઠા બેઠા પોતાના ગોરખ ધંધા ચલાવવા માટે મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે તો અત્યાર સુધીની તપાસમાં એ પણ હકીકત સામે આવી છે કે સમય મર્યાદાથી વધારે વાત કરવા માટે આરોપીઓ મોબાઈલથી વાત કરતા હોય છે.ત્યારે જેલ સતાધીશો સામે પણ અનેક સવાલો થાય છે કે કેદી પાસે મોબાઈલ પહોંચે છે કેવી રીતે?

જેલના જો સરળતાથી મોબાઈલ કેદી સુધી પહોચી જતા હોય તો જેલની સુરક્ષાને લઈને અનેક સવાલ ઉઠી રહયા છે. બીજીતરફ હકીકત એવી છે કે કેદીઓને જ્યારે કોર્ટમાં લઇ જવાય છે ત્યારે જ કેદીના જાપ્તા પાર્ટીમાં પોલીસકર્મીઓ હોય તે લોકોના થકી જ પૈસાના જોરે કેદીઓને મોબાઇલ અને સીમકાર્ડ મળતા હોય છે. તો ઘણી વખત ચેકિંગ રહેલો સ્ટાફ પણ આંખ આડા કાન કરતા હોય છે કે ટીફીન મારફતે પણ વસ્તુ જેલમાં પ્રવેશતી હોય છે. નવાઇની વાત તો એ છે કે અત્યાર સુધી જેલમાંથી માત્ર સાદા મોબાઇલ જ મળી આવતા હતાં.

જો કે હવે તો સ્માર્ટ ફોન પણ જેલમાંથી મળી આવે છે. પ્લેન હાઇજેકિંગના નવા કાયદા બાદ પ્રથમ કેસમાં સજા ભોગવી રહેલ બીરજુ સલ્લા પાસેથી પણ સ્માર્ટ ફોન મળી આવ્યો છે. જયારે વિશાલ ગોસ્વામી અને તેના સાગરીતો જેલમા જ ખંડણી નેટવર્ક ચલાવતા હતા.. હદ તો ત્યારે થઈ કે ખડંણી નેટવર્ક બાદ પણ સાબરમતી જેલમાં મોબાઈલ ફોન મળવાનો સિલસિલો યથાવત છે. જો જેલ મોબાઈલ દુકાન જ બનીને રહેશે તો કુખ્યાત ગુનેગાર જેલમા બેઠા બેઠા જ ગંભીર ગુનાઓને અંજામ આપી શકે છે. જેથી  હવે આ બાબતો પર પણ કડક થઇને જેલ તંત્રએ કાર્યવાહી કરવાની જરૂર પડી છે નહી તો ફરી એક વખત સુરંગકાંડ પણ થાય તો કોઇ નવાઇ નહી.

Translate »
%d bloggers like this: