અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે દિવ્યેશ ચાવડા ની નિમણૂક

અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે દિવ્યેશ ચાવડા ની નિમણૂક

અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી ચંદ્રવદનભાઈ પીઠા વાલા દ્વારા ગુજરાત સંગઠન નવી નિમણૂક કરી છે. તેમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે દિવ્યેશ મનુભાઇ ચાવડા ની નિમણૂંક કરવામાં આવી છે. તેવો અનેક સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેઓ ઓલ ઇન્ડિયા કોળી સમાજના દિગ્ગજ આગેવાન મનુભાઈ ચાવડા ના સુપુત્ર છે. તેવો પિતાના પગલે સમાજસેવા કરી રહ્યા છે

અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન આખા ભારતના કોળી સમાજનું બિનરાજકીય સંગઠન છે અને આખા દેશમાં સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે કાર્ય કરે છે ત્યારે આ સંગઠનમાં દિવ્યેશ ચાવડા જેવા જાગૃત અને ઉત્સાહી યુવાન ની નિમણૂંક થતાં યુવાનો અને વડીલો એ આ નિમણૂંકને આવકારી હતી. તમામ સમાજના આગેવાનોએ અભિનંદન આપ્યા છે

દિવ્યેશભાઈ જણાવ્યું છે કે સમાજના વિકાસ માટે તે હંમેશા તત્પર છે રાજ્યમાં યુવાનોને સંગઠિત કરી કોળી સમાજ અને અન્ય સમાજને સાથે રાખી તમામ સમાજના સર્વાંગી વિકાસ થાય તેવા પ્રયત્ન કરીશું. સમાજના તમામ વડીલ આગેવાનો સંગઠનના હોદ્દેદારો સાથે ખભે ખભા મિલાવી સમાજમાં વ્યાપેલ કુરિવાજો, વ્યસનો ,બેરોજગારી દૂર કરવા આગામી દિવસોમાં આયોજન કરી તે દિશામાં પ્રયત્નો કરીશું.

અહેવાલ :- પી.ડી ડાભી તળાજા ભાવનગર

gf

Translate »
%d bloggers like this: