બિન અધિકૃત દબાણો દુર કરી ૧ કરોડની જમીન ખુલ્લી કરાઈ

તંત્ર દ્વારા અકવાડા વિસ્તારમાં ૬૦૦ ચો.મી.ના બિન અધિકૃત દબાણો દુર કરી ૧ કરોડની જમીન ખુલ્લી કરાઈ

ભાવનગર તા.૨૫ : ભાવનગર જિલ્લાના અકવાડા વિસ્તારમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ઈસમો દ્વારા કરવામા આવેલ બિનઅધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા છે. જેમા બિનઅધિકૃત રીતે ઉભા કરાયેલા મકાન દબાણો દૂર કરી તંત્ર દ્વારા અંદાજે ૬૦૦ ચો.મી. જમીન પરના દબાણો અન્વયે ગુજરાત જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ની કલમ ૬૧ તથા ૨૦૨ હેઠળ કાર્યવાહી હાથ ધરી આ દબાણ દૂર કરી દબાણવાળી જમીન ખુલ્લી કરાવી જિલ્લા વહિવટી તંત્રે સદર જમીનનો સરકાર તરફે કબજો સંભાળ્યો હતો.

દબાણ દૂર કરી ખુલ્લી કરાયેલ જમીનની હાલની અંદાજિત બજાર કિંમત રૂપિયા એક કરોડ જેટલી થાય છે.

સરકારશ્રીના લેંડ ગ્રેવીલ બીલના અનુસંધાને સરકારે જમીન પરના દબાણો આગામી સમયમાં પણ ખાસ ઝુંબેશ હેઠળ દૂર કરવામાં આવશે તેમ સીટી મામલતદારશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
તસ્વીર :-પી.ડી ડાભી તળાજા ભાવનગર
gf

Translate »
%d bloggers like this: