143 મી રથયાત્રાનો પ્રથમ પડાવ જળયાત્રા યોજાઈ..ડેપ્યુટી સીએમ રહ્યા હાજર

અમદાવાદ ખાતે 143મી રથયાત્રાના પ્રથમ પડાવ એટલે કે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી નિયમ તેમજ ટ્રસ્ટી દ્વારા કરવામાં આવેલ બેઠક મુજબ કોરોના ની મહામારીને જોતા અંદાજિત 11 લોકો સાથે સાદગીથી જળયાત્રા યોજાઈ હતી. આ પ્રસંગે રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં જળયાત્રાની સાથે જ ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. સાબરમતી નદીના 108 પાણીના કળશ દ્વારા ભગવાનનો મહાભિષેક કરવામાં આવે છે પરંતુ આ વખતે સાદગીપૂર્ણ રીતે 1 કળશ દ્વારા જ પાણી લઈ જળયાત્રા યોજાઈ હતી. જૂજ લોકોજ ઉપસ્થિત રહ્યા હતા.

આ વખતે ઇતિહાસમાં સૌ પ્રથમ વાર એવું બનશે કે ભક્તો વગર થશે 143મી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન. વિશ્વમાં કોરોના સંકટને જોતા આ વખતે ભક્તોને ટીવીના માધ્યમ દ્વારા જ રથયાત્રાના દર્શન અને લાહવો માણવો પડશે.

Translate »
%d bloggers like this: