કોરોના વાયરસના કારણે મુત્યુ પામનાર હોમગાર્ડઝ કર્મચારીશ્રીના આશ્રિતને રૂ. 25 લાખની સહાયનો ચેક આપવામાં આવ્યો
નોવેલ કોરોના વાયરસ (COVID-19)ના સંક્રમણને કારણે ઉત્પન્ન થયેલ સંજોગોમાં આવશ્યક સેવાઓના ભાગ રૂપે બજાવેલ ફરજો દરમ્યાન સંક્રમિત થયેલ કર્મચારી/અધિકારીના દુઃખદ અવસાનના કિસ્સામાં તેઓના આશ્રિત કુટુંબને રૂ. 25 લાખ રૂપિયાની સહાય આપવાની જોગવાઈ ગૃહ વિભાગના ઠરાવ મુજબ થયેલ છે
તે મુજબ હોમગાર્ડઝ અમદાવાદ શહેર (પશ્ચિમ)ના ડિવિઝન નં. 5ના પ્લાતૂન કમાન્ડર કમાન્ડરશ્રી ગીરીશભાઈ ચાવડા કે જેઓનું તા. 10/05/2020ના રોજ કોરોના વાયરસના સંક્રમનના કારણે અવસાન થયેલ છે. તો સ્વર્ગસ્થશ્રી ગીરીશભાઈ ચાવડાના વારસદાર શ્રીમતી ઇલાબેન ગીરીશભાઈ ચાવડાને ગૃહ વિભાગના ઠરાવ મુજબ રૂ.25 લાખની સહાયનો ચેક ડાયરેક્ટર જનરલશ્રી,
નાગરિક સંરક્ષક અને હોમગાર્ડઝ, ગુજરાત રાજ્ય દ્વારા અર્પણ કરવામાં આવ્યો.