રાજકોટ ખાતે આહીર શૌર્ય દિવસની ઉજવણી ભવ્ય ઉજાણી કરવામાં આવી 25 હજાર લોકોએ પરંપરાગત વેશ ધારણ કર્યો, વર્લ્ડ રેકોર્ડ નોંધાયો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ નોંધાયો

રાજકોટ ખાતે આહીર શૌર્ય દિવસની ઉજવણી ભવ્ય ઉજાણી કરવામાં આવી 25 હજાર લોકોએ પરંપરાગત વેશ ધારણ કર્યો, વર્લ્ડ રેકોર્ડ નોંધાયો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ નોંધાયો

રાજકોટ: શહેરના રેસકોર્સ મેદાન ખાતે આહિર સમાજ દ્વારા આહિર શોર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આહિર સમાજના શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સમાજના અગ્રણીના જણાવ્યાનુસાર 25 હજાર લોકોએ પરંપરાગત વેશ ધારણ કરી આવ્યા હતા અને સૈનિકો માટે સમાજ દ્વારા એક એપ્લીકેશન બનાવવામાં આવી છે. જેમાં 10 હજાર લોકોએ ફોર્મ ભર્યું હતું. આ એપ્લીકેશન મારફત જ્યારે સૈનિકોને લોહીની જરૂર પડશે ત્યારે આ 10 હજાર લોકો લોહી આપશે. આ બંનેને લઇને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ નોંધાયો છે.

1962માં ચીન સામે થયેલા રેજાંગલાના યુદ્ધમાં શહીદ થયેલા 120 જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ હજારોની સંખ્યામાં ગુજરાતભરમાંથી આહિર સમાજના લોકો ઉમટી પડ્યા હતા. હજારોની સંખ્યામાં જવાનોને શ્રદ્ધાંજલિ અપાતા આ રેકોર્ડ પણ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નોંધાયો છે. આહિર સમાજની મહિલાઓ પણ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાઇ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ રાજ્યના મુખ્યમંત્રી સહિત આગેવાનો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીના હસ્તે સમાજના આગેવાનોને આ રેકોર્ડનું સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે રેજાંગલા પર ચીન સામેની લડાઈમાં ભારતના 124 સૈનિકોએ ચીનના ત્રણ હજાર જવાનો સામે યુદ્ધ લડ્યા હતા. જેમાં ચીનના 1400થી વધુ સૈનિકોનો ખાત્મો બોલાવી દીધો હતો. તે સમયે ચીન પાસે મશીન ગન જેવા આધુનિક હથિયારો હતા અને ભારત પાસે માત્ર રાઈફલો હતી. હથિયારોનો દારૂગોળો પૂરો થયા બાદ પણ તેમના હથિયારોના આગળના ભાગના છરાઓ વડે અને તેનું લાકડી તરીકે ઉપયોગ કરી અને અંતમાં દંડયુદ્ધ કરીને પણ અસહ્ય ઠંડીમાં પણ છેવટે સુધી ભારતીય સૈનિકોએ લડાઈ લડી હતી. અંતમાં ચીને થાકીને આ યુદ્ધને વિરામ આપ્યો હતો. આ ચોકી ઉપર ભારતીય સેનાનો વિજય થયો હતો. દરમિયાન આ યુદ્ધમાં ભારતના 114 વીર સૈનિકો શહીદ થયા હતા. આ તમામ આહિર સમાજના હતા. આ શહીદ વીરોને શ્રદ્ધાંજલીના ભાગરૂપે આજનો દિવસ આહિર શૌર્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે.

આ તકે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા, વિક્રમ માડમ, અમરીશ ડેર, વાસણભાઈ આહિર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં આહિર સમાજના લોકો તેમજ આગેવાનો હાજર રહ્યા હતા

રિપોર્ટર નિલેષ ઢીલા ઉમરાળા

નીચેના બેલ આઈકોન પર ક્લિક કરો અને નોટિફિકેશન ઓન કરો અને મેળવો સત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર માત્રને માત્ર Live Crime News પર

Translate »
%d bloggers like this: