*અમદાવાદ / સોનું એક દિવસમાં રૂ. 1000 વધી 38500, ચાંદી રૂ. 43670; 29 માસની ટોચે પહોંચી*

અમદાવાદ: જિઓ ક્રાઇસીસ, ટ્રેડવોર બાદ કરન્સી વોર સર્જાતા આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સવા છ વર્ષની 1514 ડોલરની ઉંચાઇ પર પહોંચ્યું છે. કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો સતત નબળો પડતા સ્થાનિક બજારમાં અમદાવાદ ખાતે સોનું પ્રતિ 10 ગ્રામ 800 વધી 38500ની નવી ઉંચી સપાટી પર પહોંચ્યું છે. જ્યારે નવી દિલ્હી ખાતે સોનામાં 1113નો ઝડપી ઉછાળો આવી 37920 બોલાઇ ગયું હતું. બજેટમાં સોનાની આયાત ડ્યૂટી વધારી 12 ટકા કરી દેવામાં આવતા તેજીને સપોર્ટ મળ્યો છે. બજેટ બાદ બીજી વખત સોનામાં એક દિવસીય એક હજારથી વધુનો ઉછાળો આવ્યો છે. સોનાની તેજી પાછળ ચાંદી પણ ચમકી 44000ની નજીક સરકી છે.

Translate »
%d bloggers like this: