*અમદાવાદ કાપડ મિલમાં મંગળવાર રાતથી લાગેલી આગ *

 

નારોલમાં ગોપી ઈન્ડસ્ટ્રીઝ યુનિટના આર્નવ કાપડ પ્રોસેસિંગ યુનિટમાં મંગળવારે રાત્રે 10.30 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી.

 

શહેરનાં નારોલ વિસ્તારમાં મટનગલી વિસ્તારમાં આવેલી ગોપી ઈન્ડસ્ટ્રીઝ યુનિટના આર્નવ કાપડ પ્રોસેસિંગ યુનિટ મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. જે વહેલી સવાર સુધી પણ કાબૂમાં આવી નથી. ગઇકાલે 25 ફાયરબ્રીગેડની ગાડીઓ દુર્ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. હાલ આઠ ગાડીઓ સ્ટેન્ડ બાય છે. ફેક્ટરીમાં વધુ પ્રમાણમાં કાપડનો જથ્થો હોવાને કારણે આગ વધુને વધુ ફેલાઇ રહી છે. હજુ અહીંયા આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી.

 

આગના કારણે મિલની દિવાલો પણ ધરાશાયી થઇ છે. કાપડની મિલ હોવાને કારણે આગે વિકારળ સ્વરૂપ ધારણ કર્યું છે. આજે બપોર સુધીમાં આગ કાબુમાં આવે તેવી શક્યતાઓ દર્શાવાઇ રહી છે,

 

*ઘટનામાં હાલ કોઇ જાનહાનિનાં સમાચાર નથી મળી રહ્યાં.*

 

નારોલમાં ગોપી ઈન્ડસ્ટ્રીઝ યુનિટના આર્નવ કાપડ પ્રોસેસિંગ યુનિટમાં મંગળવારે રાત્રે 10.30 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવના પગલે બ્રિગેડ કોલ જાહેર કરાતા 25 જેટલી ફાયર ફાઇટરો તેમજ ફાયરબ્રિગેડ વિભાગના કર્મચારીઓ તહેનાત કરાયા હતા.

 

Translate »
%d bloggers like this: