AMCનાં કર્મચારીઓની દિવાળી સુધરી, પેટ્રોલ ભથ્થામાં 5 રૂપિયાનો વધારો

અમદાવાદ કોર્પોરેશનનાં કર્મચારીઓ જે પણ વ્હીકલ એલાઉન્સ મેળવે છે તેમનાં ભથ્થામાં 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

અમદાવાદ કોર્પોરેશનનાં કર્મચારીઓ (ahmedabad municipal corporation) જે પણ વ્હીકલ એલાઉન્સ (Vehicle Allowance) મેળવે છે તેમનાં ભથ્થામાં 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવેથી તેમન લીટર દીઠ 87.70 રૂપિયા ભથ્થું મળશે. વહીકલ એલાઉન્સ મેળવતા અધિકારીઓને ઓક્ટોમ્બર માસના પગારમાં લિટર દીઠ રૂપિયા 87.70 વહીકલ એલાઉન્સ તરીકે ચુકવવાનો નિર્ણય કરવામા આવ્યો છે.

*5 રૂપિયાનો વધારો*

પેટ્રોલ એલાઉન્સ મેળવતા કર્મચારીઓને દર મહિને પેટ્રોલ ભથ્થા પેટે પ્રતિદિન 1.10 લિટર પેટ્રોલ અને 0.40 ઓઈલનાં 82.70 રૂપિયાની ચુકવણી કરવામાં આવતી હતી. હાલમાં પેટ્રોલના ભાવમા વધારો થયો હોવાને કારણે તેમના પેટ્રોલ ભથ્થું વધારવાનું નક્કી કર્યું છે. મહત્વનું છે કે ગત જૂન મહિનામાં 81 રૂપિયાથી વધારીને 85.30 રૂપિયા ભથ્થુ આપવાનું નક્કી કર્યું હતું. જોકે, થોડા જ દિવસ બાદ આ ભથ્થું 82.70 પૈસા ચુકવવામાં આવતું હતું. જે બાદ ભથ્થુ વધારીને 87.70 રૂપિયા કરી દીધાં છે. દિવાળી પહેલા આ ભથ્થા વધારાની જાહેરાત થતાં કર્મચારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

*STનાં કર્મચારીનો પગાર વધારો*

મહત્વનું છે કે, રાજ્ય સરકારે એસટી વિભાગના કર્મચારીઓના પગાર વધારાની મોટી જાહેરાત કરી છે. નીતિન પટેલે જણાવ્યું કે, ‘વાહન વ્યવહાર વિભાગ દ્વારા એસ.ટી.ના કર્મચારીઓના પગાર વધારા મુદ્દે જે રજૂઆત કરવામાં આવી હતી તેને સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે. જેને પગલે એસટી વિભાગમાં કામ કરતા તમામ કર્મચારીઓને તેનો ફાયદો મળશે. કર્મચારીઓના હિતને વળેલી રાજ્ય સરકારે આજે વધુ એક કર્મચારી હિતલક્ષી નિર્ણય કર્યો છે. ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમના ફિક્સ પગાર આધારિત કર્મચારીઓના વેતનમાં રાજ્ય સરકારે અંદાજે બમણો વધારો કર્યો છે.’

Translate »
%d bloggers like this: