પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી હત્યા કરનાર 18 વર્ષે ઝડપાયો

રુત્વિજ સોની, અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે વર્ષ 2001માં નરોડા વિસ્તારમાં થયેલ ઓનર કિલિંગના ડબલ મર્ડરમાં નાસતા ફરતા વધુ એક આરોપી નરેન્દ્રસિંહ ઉર્ફે પપ્પુ ભદોરિયાની ધરપકડ કરી છે. પત્નીને હત્યા કરનાર આરોપીને 18 વર્ષે ઝડપી પાડ્યો છે.

2001માં આરોપીએ અને તેના કાકાએ પોત પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને બંન્નેની હત્યા કરીને ફરાર થઇ ગયા હતાં

હત્યા કર્યા બાદ આરોપીઓ ગીતામંદિર એસટીસ્ટેન્ડથી જોધપુર ગયેલા ત્યાંથી જયપુર, મુરેના થઇને બનાવના દશેક દિવસ બાદ પોતાના ગામમાં જતા રહ્યાં હતાં. જોકે ક્રાઇમબ્રાન્ચને બાતમી મળતા જ મે મહીનામાં આરોપી મુનેશસિંગની ધરપકડ કરી હતી અને નરેન્દ્રસિંહને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી. આ સમયે આરોપી નરેન્દ્રસિંહ ઇન્દોરમાં સિક્યુરીટી તરીકે નોકરી કરતો હતો. તેના કાકાની ધરપકડ થઇ હોવાના સમાચાર મળતા જ તેણે નોકરી છોડી દીધી હતી અને પુના પટણા ટ્રેનમાં પેન્ટ્રીમાં સર્વિસ આપવાનું કામ કરતો હતો. જોકે ક્રાઇમબ્રાન્ચને બાતમી મળતા જ મધ્યપ્રદેશના ઇટારશી રેલવે સ્ટેશનથીનરેન્દ્રસિંહની ધરપકડ કરી હતી.

Translate »
%d bloggers like this: