ઉતરાયણના તહેવાર નિમિતે તકેદારી રાખવાની સુચનાઓ-આજે તા.૧૪/૦૧/૨૦૨૧ ના રોજ તથા તા.૧૫/૦૧/૨૦૨૧ ના રોજ ઉત્તરાયણના તહેવાર નિમિતે નીચે જણાવેલ સુચનાઓનો રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારના રહીશોએ અવશ્ય અમલ કરવાનો રહેશે

ઉતરાયણના તહેવાર નિમિતે તકેદારી રાખવાની સુચનાઓ-આજે તા.૧૪/૦૧/૨૦૨૧ ના રોજ તથા તા.૧૫/૦૧/૨૦૨૧ ના રોજ ઉત્તરાયણના તહેવાર નિમિતે નીચે જણાવેલ સુચનાઓનો રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારના રહીશોએ અવશ્ય અમલ કરવાનો રહેશે

ઉતરાયણના તહેવાર દરમ્યાન સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ કોઇપણ રહીશે પોતાના ધાબા ઉપર લાઉડ સ્પીકર વગાડવુ નહી જો વગાડતા માલુમ પડશે તો જાહેરનામા ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ઉતરાયણના તહેવાર દરમ્યાન એક સોસાયટીના માણસોએ બીજી સોસાયટીના માણસો કે પોતાના સગા સંબંધીઓને પોતાના ધાબે બોલાવવા નહી આ બાબતે સોસાયટીના ચેરમેન સેક્રેટરીએ ખાસ ધ્યાન રાખવુ કે અન્ય સોસાયટીના કોઇપણ માણસ પોતાની સોસાયટીના ધાબે ન આવે તેનુ ધ્યાન રાખવાનુ રહેશે. આ બાબતે જો કોઇપણ નિયમનો ભંગ થતો જણાશે તો એપેડેમીક એક્ટ તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ બીજા માણસને બોલાવનાર વ્યક્તિ તેમજ સોસાયટીના ચેરમેન/સેક્રેટરી ઉપર કાર્યવાહી કરવામાં આવશે.

» તહેવાર દરમ્યાન કોઇ અનીચ્છનીય બનાવ ન બને અને કોઇ લબરમુછીયા છોકરીઓની છેડતી ન કરે તેનુ ખાસ ધ્યાન રાખવુ તેમજ આવુ કોઇ જણાઇ આવે તો તાત્કાલીક પોલીસનો સંપર્ક કરવો.

ઉતરાયણના તહેવાર નિમિતે હાલ કોરોના મહામારી ચાલતી હોય તમામ રહીશોએ સોશ્યલ ડીસ્ટંસીંગનુ અવશ્ય પાલન કરવાનુ રહેશે અને સરકારની ગાઇડ લાઇનનુ પાલન કરવાનુ રહેશે જો નિયમનો ભંગ કરતા મળી આવશે તો જાહેરનામા ભંગ તેમજ એપેડેમીક એક્ટ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

તેમજ તહેવાર દરમ્યાન કોઇ ચાઇનીસ દોરીનો ઉપયોગ ન કરે તેમજ ચાઇનીસ તુક્કલ ન ઉડાડે તેમજ કોઇ વેચાણ કરતો પણ મળી આવે તો પોલીસને જાણ કરવી.

Translate »
%d bloggers like this: