બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા રદ મામલો, NSUIએ ડીગ્રી સર્ટીના ઝેરોક્ષની હોળી કરી કર્યો વિરોધ

શહેરના રબારી કોલોની પાસે એનએસયુઆઈના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને ડીગ્રી સર્ટીફીકેટના ઝેરોક્ષની હોળી કરી વિરોધ દર્શાવ્યો. જેને પગલે પોલીસે એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 20 ઓક્ટોબરે લેવાનારી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવતા દસ લાખથી પણ વધુ ઉમેદવારોમાં વિરોધનો સુર ઉઠ્યો છે, ત્યારે આ મામલામાં હવે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈએ પણ ઝંપલાવ્યું છે. ઉમેદવારોને ન્યાય અપાવવા એનએસયુઆઈએ અમદાવાદના રબારી કોલોની ચારરસ્તા પર વિરોધ પ્રદર્શન કર્યું અને ડીગ્રી સર્ટીફીકેટના ઝેરોક્ષની હોળી કરી વિરોધ દર્શાવ્યો હતો.

સમગ્ર રાજ્યમાંથી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે વર્ષ 2018માં 10.75 લાખ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. પરંતુ સતત એક વર્ષમાં 3થી 4 વાર પરીક્ષા રદ કરવામાં આવી. આ વખતે પણ 20 ઓક્ટોબરે પરીક્ષા યોજવાની હતી પરંતુ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કોઈપણ કારણ આપ્યા વગર જ આ પરીક્ષા રદ કરી દેવાઈ. નવી તારીખો જાહેર થશે તેવું જણાવ્યું પણ ક્યારે થશે તે નહી જણાવતા ઉમદેવારોએ છેલ્લા 2 વર્ષથી કરેલી મહેનત પર પાણી ફરી વળ્યું છે. જ્યારથી પરીક્ષા રદ કરવાની જાહેરાત કરાઈ છે ત્યારથી લઈને અત્યાર સુધી અનેક જગ્યાએ ઉમદેવારોએ વિરોધ પ્રદર્શન પણ કર્યા છે.

તો સોમવારે ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસ બહાર ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો. ત્યારે હવે ઉમેદવારોને થઈ રહેલા આ અન્યાય મામલામાં હવે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈએ પણ ઝંપલાવ્યું છે. શહેરના રબારી કોલોની પાસે એનએસયુઆઈના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને ડીગ્રી સર્ટીફીકેટના ઝેરોક્ષની હોળી કરી વિરોધ દર્શાવ્યો. જેને પગલે

Translate »
%d bloggers like this: